બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટ / હેમુ ગઢવીના સંભારણા, જેમના ગીતોથી ચાહકોની સવાર પડતી, નેસડા-વગડાના ગીતોમાં 'પ્રાણ ફૂ્ંક્યો'

'કસુંબલ કંઠ'નો જન્મદિવસ / હેમુ ગઢવીના સંભારણા, જેમના ગીતોથી ચાહકોની સવાર પડતી, નેસડા-વગડાના ગીતોમાં 'પ્રાણ ફૂ્ંક્યો'

Nidhi Panchal

Last Updated: 02:00 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય ગઢવી, કિંજલ દવે, કિર્તિદાન ગઢવી, જિગરદાન ગઢવી, ગીતા રબારી જેવા કલાકારો ગુજરાતની યુવાપેઢી જેમના ગીતો ગાય છે. પરંતુ આ યુવાપેઢીનાં દાદાના સમયમાં અત્યારના જેવી ટેકનૉલૉજી અને સાધનો વિના પણ ગુજરાતી લોકગીતોને ઘર-ઘરમાં પહોંચાડતી અને ગવાતાં કરનારા ગાયક હેમુ ગઢવીના નામ અને કામથી આજની આ પેઢી વાકેફ નહીં હોય. પણ તે સમયના એક મહાન ગાયક અને અઢળક પુરસ્કાર મેળવ્યા છે.

હાલનાં ગુજરાતી ગીત-સંગીતના કલાકારો દ્વારા ગવાતાં ગીતો જેવા કે, અમે મૈયારા રે ગોકુળ ગામનાં..., ખમ્મા મારા નંદજીના લાલ.... વગેરેને પહેલા વહેલા રેકોર્ડ કરીને રેડિયો પર પ્રસારિત કરનારા કલાકારોમાં હેમુ ગઢવી અગ્રેસર હતા, જેમ ઝવેરચંદ મેઘાણીને ગુજરાતની લોકકથાઓ અને ગીતોનાં લેખિત સંકલન અને સંપાદન માટે પાયારૂપ ગણવામાં આવે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રનાં દૂરનાં ગામડાંઓમાં બહેન-દીકરીઓનાં કંઠેથી નીતરતાં ગીતોને પોતાના સ્વરમાં રેકર્ડ કરીને સમગ્ર ગુજરાતના ઘર-ઘરમાં પહોંચાડવામાં હેમુ ગઢવીનું પ્રદાન અનન્ય હતું.

1

વારસામાં મળ્યું લોક સાહિત્ય

બાળપણથી જ હેમુ ગઢવીને લોક સાહિત્ય વારસામાં મળ્યું હતું. લોકગીત અને ભજનોને નાનપણથી ગાવાનો શોખ ધરાવતા હેમુભાઇ 14 વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને 12 રૂપિયાનાં પગારે જોડાયા હતાં. આ કાર્યની શરૂઆતમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભુમિકા ભજવી હતી. હેમુ ગઢવીએ ભજવેલ ભગવાનના પાત્રથી જોનારા સૌ ખુશ થઇ ગયા અને તેમની કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સમય વિતવા લાગ્યો આગળ જતાં હેમુ ગઢવીએ 'ગામડુ મુજને પ્યારૂં ગોકુળ' નામનું સૌ પ્રથમ ગીત ગાયુ અને પોતાની ગાયકીનો સૌને અનુભવ કરાવ્યો. સમય આગળ વધતો ગયો અને હેમુ ગઢવીને જામનગર રાણકદેવી નાટક ભજવવા જવાનું થયું. આ નાટકમાં તેઓએ સ્ત્રીનો વેશ ધારણ કર્યો. તેમના આ સ્ત્રીવેશે નાટક જોનારના મન મોહી લીધા અને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને આ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. ગુજરાતી જૂની રંગભૂમિમાં પણ ઝાલાવાડી પંથકના આ રતને પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તેમણે કરેલ જાણીતા નાટકોમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ પણ મોખરાનું સ્થાન ધરાવે છે.

હેમુ ગઢવીને મળેલા સન્માન

હેમુ ગઢવીને નામે એક રસ્તાનું નામ

VTV સાથે વાત કરતાં હેમુ ગઢવીના પુત્ર બિહારી ગઢવીએ કહ્યું કે 1955માં તેમણે ગાવાની શરૂઆત કરી હતી. અત્યારે આ ગામમાં તેમના ગીતો તેમના પુરસ્કાર તથા તેમના જુના ફોટોનું એક મ્યુઝિયમૂ બનાવવામાં આવ્યું છે. જ્યાં દૂર દૂર થી લોકો હાલની તારીખમાં પણ જોવા આવે છે. સાથે તેમની એક ડૉક્યુમેન્ટરી પણ મુકવામાં આવી છે, તેમના દ્વારા પહેલા લોકોને લોકસંગીત શિખવાડવામાં આવતું હતું તે ક્લાસિસ આજે પણ ચાલે છે.

હેમુ ગઢવીના કંઠે ગવાયેલ ગીત

ગીરના નેસડામાં કે વનવગડાના ગીતોને લોકો સુધી પહોંચાડ્યાં

60થી શરૂ કરીને 90ના દાયકા સુધી ગુજરાતમાં કેટલાંય ઘરોની સવાર રેડિયોમાં સાંભળવા મળતા હેમુ ગઢવી અને તેમના સાથી કલાકારોનાં ગીતોથી પડતી હતી. 14 વર્ષની વયે હેમુભાઈએ પ્રથમ વખત મોરલીધર નામના નાટકમાં કામ કર્યું હતું. કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. રંગભૂમિમાં જે કિશોર વયના છોકરાઓ પદાર્પણ કરતાં તેમને ઘણેખરે સ્ત્રીપાત્રો ભજવવાના આવતા હતા. કારણકે, એ વખતે મહિલાઓ નાટકમાં અભિનય કરતી નહોતી. હેમુભાઈએ ગાયેલાં ગીતોની લોકભોગ્યતા અને લોકમાનસમાં એવી મજબૂત છાપ છે કે તેમણે ગાયેલાં ગીતોમાં પછી ખાસ કોઈ ફેરફાર થઈ શકતા નથી. મેઘાણીનું ‘કસુંબીનો રંગ…’ ગીત હેમુભાઈએ જે રીતે ગાયું છે તે જ ઢાળમાં ડાયરાના કલાકારો આજે પણ ગાય છે. જો એ બીજા રાગમાં ગવાય તો શ્રોતા સ્વીકારી શકતા નથી. આવું જ ‘મોર બની થનગાટ કરે…’, ‘શિવાજીનું હાલરડું’ હોય કે અન્ય ગીતો હોય. એમાં બહુ બહુ તો સંગીતમાં થોડા ફેરફાર થાય, પણ એ સિવાય રાગમાં ખાસ કોઈ ગુંજાશ નથી રહેતી. હેમુ ગઢવીએ એ વખતમાં કોઈ ગીરના નેસડામાં કે વનવગડામાં ગવાતાં ગીતોને ગુજરાતભરમાં પહોંચાડ્યા જ્યારે રેડિયો અને ડાયરા જ કલાકારોના લોકો સુધી પહોંચવાના સરનામાં હતાં.

વધુ વાંચો : ગેમ રમો અને પૈસા કમાઓ, ભારતમાં વિક્સી રહી છે ગેમિંગ ઈન્ડસ્ટ્રી, 2028 સુધીમાં અધધધ ડૉલર્સનું થઈ જશે ટર્ન ઓવર

હેમુ ગઢવીના મિત્ર નરેશ પંચાલે યાદ તાજી કરી

આજે પણ તેમના લોકગીતો સાંભળીને મન મોહી લે છે. અમદાવાદના લોક કલાકાર નરેશ પંચાલ જે હેમુ ગઢવીના મિત્ર છે, તેઓ જણાવે છે કે,'' અત્યારે પણ, જ્યારે પણ તેમનું લોકસંગીત લગ્નોમાં કે નવરાત્રિની ઉજવણી દરમિયાન વગાડવામાં આવે છે, ત્યારે તેમનો અવાજ પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમના ગીતો સાંભળ્યા વિના લોકડાયરોમાં હાજરી આપવી અશક્ય છે; તેઓ બધાના પ્રિય છે. અંગત રીતે, હું હજી પણ મારા મગજમાં તેમનો અવાજ સાંભળું છું, અને જ્યારે પણ હું બિહારી ગઢવી સાથે બેસું છું, ત્યારે હું તેમને તેમના ગીતોમાંથી એક ગાતો ગવું છું, સાથે નાનપણમાં હેમુ ગઢવીને કેવી રીતે પરફોર્મ કરતા જોતા હતા તેની યાદ તાજી થઇ જાય છે. હેમુ ગઢવી એવા લોક કલાકારો છે જેમનો વારસો વર્ષો લોકો યાદ રાખશે, અને જ્યારે આજની પેઢી આનંદથી તેમના ગીતો ગાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Folk song gujarati loksangeet Hemu gadhvi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ