Thursday, June 27, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / લોકસભા જીતવા કંઇપણ? હેમા માલિનીએ ઘઉંના પાકની લણણી કરી, ટ્રેક્ટર પણ ચલાવ્યું

લોકસભા જીતવા કંઇપણ? હેમા માલિનીએ ઘઉંના પાકની લણણી કરી, ટ્રેક્ટર પણ ચલાવ્યું

લોકસભાનો રંગ જાણે રંગીલો બની ગયો છે. કારણ કે, હવે જનતાના મુદ્દાઓ અને સમસ્યાઓ તો દૂર રહી પરંતુ સ્ટંટબાજોની દૂનિયા શરૂ થઈ ગઈ છે. જનતાની નાવડી હાલક-ડોલક થતી હોઈ તો થાય... ડૂબતી હોઈ તો ડૂબે... પરંતુ અમારે શું? બસ બે તણખલા કાંપો અને ફોટા પડવી જતા રહો. આ કોઈ મજાક નથી. પરંતુ આજના સમયની વાસ્તવીક્તા છે. જે તમારા શરીર પર વસ્ત પણ નહીં રહેવા દે. 

લોકશાહીનો પર્વને આપાણા નેતાઓએ નાટક બનાવી દીધો છે. હજારો રૂપિયાની સિલ્કની સાડીનો ઝગમગાટ, ગળામાં મોતીઓનો હાર, ચહેરા પર મેકઅપનો ચમકાર અને આંખો પર કાળા ચસ્માનો અંધકાર એવું લાગી રહ્યું છે કે, કોઈ ફિલ્મની હીરોઈન આવી રહ્યી છે. વાહ... તમારો અંદાજ તો ખુબ સાચો... પરંતુ આ હીરોઈન આજે રાજકીય હીરો બનવા જઈ રહી છે. આ દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની છે. જે લોકસભાની ચૂંટણી જીતવા માટે કાંઈ પણ કરી શકે છે. વિશ્વાસ નથી?

હેમાજી ઘઉંના પાકની લણણી કરવા માંડ્યા
કડક સાડી અને હોઠો પર લિપ્સટીક, સાથે શણગાર સજી હેમાજી ખેડૂત બનવા નિકળી પડ્યા છે. ખેડૂત બનવાનો સ્ટંટ કરવા નિકળી પડ્યા છે. એક ખેડૂતના ખેતરમાં પહોંચી પણ ગયા. હાથમાં દાતરડુ તો લીધું. પરંતુ જોતજોતામાં ઘઉંના પાકની લણણી કરવા માંડ્યા. પરંતુ થયું શું. તો કે એક નાનકડી ઘંઉના પાકની પુરી કાપી પોતાને જાણે શહેનશાહ માની બેઠા. એક્ટિંગ તો એટલી જોરદાર કરી કરી જાણે મોટું તીર મારી લીધું. પરંતુ અભિનેત્રીમાંથી લોકોના નેતા બનવા આવેલા હેમાજી એ ભૂલી ગયા લાગે છે કે, આવી રીતે ઢોંગ કરવાથી ખેડૂતની સ્થિતિ જાણી ન શકાય. ખેડૂતની સાચી વેદના જાણવી હોય. તો જરા એક દિવસ ખેડૂતની સાથે શરીરને કસવું પણ પડે.
  હવે જરા અદાકારાની અદાનો વધુ એક અંદાજ
દાતરડું લઈને એક સ્ટંટ કર્યો તેની ચર્ચા હજૂ થઈ જ રહી હતી કે, વધુ એક ખેડૂતના ખેતમાં પહોંચી ગયા. અહીં તો દાતરડાંનો સ્ટંટ પણ નહીં ડાઈરેક્ટ ટ્રેક્ટરનું સ્ટિયરિંગ પકડી લીધું અને ખેતરમાં ખેડ કરવા લાગ્યા. જાણે વોટબેંકની ખેડ થઈ રહી હોય. એક તરફ હાથમાં દાતરડું તો બીજી તરફ હાથમાં ટ્રેક્ટરનું સ્ટિયરિંગ. જાણે ખેડૂત બનવા માટે અભિનેત્રી નિકળી પડ્યા. પરંતુ હેમાજી.. આવી રીતે ખેતી ન થાય પરંતુ વોટબેંકની ખેતી ચોક્કસથી થાય.

તમે તો શું જાણો ખેડૂતની સ્થિતિ
પરંતુ સવાલ એ થાય છે કે, જો તમે ખેડૂતની સ્થિતિ જ નથી જાણતા તો પછી તમે તેમનું ભલું કેવી રીતે કરશો. મર્સિડીઝ એસયૂવીમાં ફરનારને કસાયેલા હાથોની વેદનાની શું ખબર. રોજી માટે તનતોડ મહેનત કરનાર આમ આદમીની વાસ્તવિક્તાની શું ખબર. હાલ તો મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરેલ હેમા માલિની પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ ચૂંટણી જીતવા માટે ટ્રેક્ટરનો ગેયર બદલતા પણ આવડવું જોઈએ. કારણ કે, અહીં મર્સિડીઝની જેમ ઓટોમેટિક બટન કામ નહીં આવે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ