બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast again in Gujarat
Priyakant
Last Updated: 12:35 PM, 8 September 2023
ADVERTISEMENT
Ambalal Patel Forecast : ગુજરાતમાં હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
જાણીતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.
અંબાલાલ પટેલે પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને મહીસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આ સાથે ખેડૂત સંબંધિત તેમણે કહ્યું કે, 13 સપ્ટે બાદ ઉત્તરા ફાલ્ગુનીનો વરસાદ ખેતી માટે સારો રહેશે.
હવામાન વિભાગે શું આગાહી કરી ?
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનની આગાહી મુજબ ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ચાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.