બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:58 PM, 13 May 2025
અમદાવાદ : આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્ર થી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થવાનાં કારણે આગામી ત્રણ દિવસ તોફાની રહી શકે છે. આજે 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 7 દિવસ દરમિયાન 3-5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર જોવા મળી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 13 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જશે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના એક જ દિવસમાં 150000 કરોડ રૂપિયા સ્વાહા
હવામાન વિભાગે પણ વરસાદ અને ત્યાર બાદ ગરમીની આગાહી કરી
હાલમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ 12 થી 15 સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સમયે વીજળીના કડાકા, તીવ્ર પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી-વંટોળ જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઇ નહી. તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અચાનક ઠંડી અને અચાનક ગરમીનાં કારણે લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત 24 મેથી 4 જુન દરમિયાન અરબ સાગરમાં એક નવું દબાણ બની રહ્યું છે. જો એ દબાણ ઉંડુ થાય અને ચક્રવાતી સ્વરૂપ ધારણ કરે તો ગુજરાતનાં કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT