ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા, દમણગંગા નદીમાં ઘોડાપૂર

Heavy rains in south Gujarat floods in Damanganga River

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી વલસાડમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જીલ્લામાં અવિરત વરસતો વરસાદ હવે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. મધુબન ડેમના 8 દરવાજા 3.70 મીટર ખોલાતાં દમણગંગા નદી તોફાની બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ