બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Heavy rains in some parts of the state, heavy damage to cotton, groundnut, castor and urad crops
Dinesh
Last Updated: 11:12 PM, 19 September 2023
ADVERTISEMENT
Gujarat Weather Update : બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેના પગલે અનેક નદીઓમાં સતત પાણીની આવક વધી રહી છે, તો કેટલાક જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરેકોરો ગયા બાદ હવે સપ્ટેમ્બરના મધ્યમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જતા અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો. ચાલો જોઈએ 30 તસવીર.....
ADVERTISEMENT
ભરૂચની જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં નુકસાન
આ સિઝનમાં નર્મદા ડેમ પહેલીવાર સંપૂર્ણ ભરાઈ જતાં ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની અનેક સોસાયટીમાં નદીના પાણી ઘુસી ગયા હતા. ત્યારે હવે ભરૂચની બજારોમાંથી પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં વેપારીઓના માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. અનાજ, કઠોળ સહિતના માલને ભારે નુકસાન થયું છે.
NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય
ભારે વરસાદના કારણે રાજ્યમાં ગઈકાલ સુધીમાં 12,444 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યારે 617 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે લઈ જવાયા હતા. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFની 5 તેમજ SDRFની 13 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો એરફોર્સના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
'વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે'
તેઓએ જણાવ્યું હતું કે, આગામી 23-24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર રહેશે. આ સમયગાળા દરમિયાન મુંબઇ-મહારાષ્ટ્રના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પંચમહાલના વિસ્તારોમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ ચાલતી વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.