ગીરસોમનાથમાં છેલ્લા 2 દિવસથી વરસાદ આફત વરસી રહ્યો છે, દરિયો, નદી અને ડેમના પાણી વહેણની જગ્યામાં જે આવે તેનો સર્વનાશ કરી રહ્યા છે.
ગીરસોમનાથ જળબંબાકાર
હાઈવે પર પાણી, ગામો બેટમાં ફેરવાયા, નદીઓ બે કાંઠે
વરસાદની તારાજીની તસવીરો
ગીરસોમનાથમાં અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી છે.ભારે વરસાદે જિલ્લાને બાનમાં લીધો હોય તેવો માહોલ સર્જાયો છે.ગીરસોમનાથમાં ડેમ,નદી,દરિયાકિનારે ચેતવણી આપતા બોર્ડ લાગી ગયા છે..દરિયો તોફાની બનતા વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.તથા દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ જોવાઇ રહી છે.માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.હિરણ ડેમ ઓવરફ્લો થતા હિરણ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.અને મીઠાપુર ગામનો વ્યવહાર ખોરવાયો છે.તાલાળાનો હિરણ-2 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.ડેમનું રુલ લેવલ જાળવવા બે દરવાજા ખોલવાની ફરજ પડી છે.નદીકાંઠા વિસ્તારને અલર્ટ કરાયા છે.બાદલપરા, સોનારીયા, નવાદરા, ઈશ્વરિયા ગામને અલર્ટ કરી સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે.
Caption
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયા છે.જૂનાગઢના સાસણગીરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.રેલવે સ્ટેશન પરના રેલવે ટ્રેક પર ધસમસતા વરસાદી પાણી જોવા મળતા રેલવે વ્યવહારને અસર થઇ છે.ગઈકાલે ટ્રેનના સમયમાં ફેરફાર થતા ટ્રેનો મોડી ચલાવાઈ હતી.
ગીરસોમનાથની નદીઓમાં વરસાદી પાણીની સતત આવક થઇ રહી છે.વરસાદી પાણીની સતત આવકથી કોડીનારના મધ્યમાંથી પસાર થતી શીંગવડા નદીમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે.આ સાથે જંગલમાંથી પસાર થતી ધાતરડી નદીનું પાણી શીંગવડા નદીમાં ભણતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.હાલ તો સ્થાનિક તંત્રએ શીંગવડા નદી વિસ્તારમાં ન જવા માટે ચેતવણી જાહેર કરી છે
કોડીનારની શિંગવડા નદીમાં નવા નીર , શહેરના જોડતા બેઠા પુલ ઉપરથી 1 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે, વાહનોની અવરજવર બંધ
ગીર-સોમનાથના જંગલ વિસ્તારમાં ભોજદે ગીર ગામમાં ઘૂસ્યા પાણી
ગીર-સોમનાથના નાવદ્રા અને ઈન્દ્રોઈને જોડતા રસ્તે પાણી ભરાયા, રસ્તો બંધ થતા લોકો અટવાયા
ગીર-સોમનાથનું ભુવાટીમ્બી ગામ બેટમાં ફેરવાયું, રસ્તાઓ બ્લોક થતા અવરજવર બંધ
ગીરસોમનાથમાં સોમનાથ જૂનાગઢ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા, તાલાળા ચોકડી પર વાહન ચાલકોને હાલાકી
વેરાવળના બાદરપરા ગામમાં ગળાડૂબ પાણી, ગામ સંપર્ક વિહોણું બન્યું