મેઘમહેર / અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

heavy rains Ahmedabad many areas Gujarat Meteorological Department

અમદાવાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર સુધી ભારે ઉકળાટ રહ્યાં બાદ 3 વાગ્યા આસપાસ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરીજનોને પણ બફારામાંથી રાહત મળી હતી.  તેમજ ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર,  બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં 1 કલાકથી વધુ સમયથી મન મુકીને મેહુલો વરસ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ