બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Heavy rains ahmedabad latest photos of monsoon 2022 news

જળમગ્ન / PHOTOS: અમદાવાદની આવી હાલત ક્યારેય નથી જોઈ, જ્યાં જુઓ ત્યાં પાણી, જુઓ તારાજીના દ્રશ્યો

Dhruv

Last Updated: 11:09 AM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. અમદાવાદમાં આવેલા મૂશળધાર વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

  • અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં
  • મૂશળધાર વરસાદે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી
  • ક્યાંક બસ પાણીમાં ગરકાવ તો ક્યાંક ઘરોમાં પાણી ફરી વળ્યાંના દ્રશ્યો

ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ શહેરના હેલમેટ સર્કલ વિસ્તારની તો અહીંયા પણ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. હેલમેટ સર્કલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે અહીં જોઇશું કે શહેરમાં ભારે વરસાદના કારણે ક્યાં કેવી સ્થિતિ સર્જાઇ?

હેલમેટ સર્કલ વિસ્તારમાં AMTSની બસ પાણીમાં ગરકાવ

રાત્રિનો વરસાદ, દિવસે સત્તાધીશોની પોલ ખોલી રહ્યો છે!

અમદાવાદમાં ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ, આયોજનનગર, સિંધુભવન રોડ અને બોપલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે. હેલ્મેટ સર્કલ પર AMTSની બસ ફસાઇ હતી તો જીવરાજપાર્ક વિસ્તારની આયોજનનગર સોસાયટીમાં તો પાણી ફરી વળ્યા હતા.

બોપલ-ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી

પરિમલ અંડરપાસ પાણીમાં ગરકાવ

પાણીમાં અમદાવાદના શાસકોની 'આબરૂ' ધોવાઈ

અમદાવાદનો પોશ વિસ્તાર એવો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બોપલ અને ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.

હાટકેશ્વર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યાં

અમદાવાદમાં તળાવની પાળી તૂટતા સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યા

એક વરસાદે સત્તાધીશોની તમામ ભૂલો 'ધોઈ' નાખી

શહેરના હાટકેશ્વર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાટકેશ્વર વિસ્તારના ઘર અને રસ્તામાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં પાણી ભરાવાથી સામાન્ય લોકોને પરેશાની થઇ રહી છે, જ્યારે રસ્તાઓમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં આવેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તાર અને રસ્તાઓમાં પાણી ભરાવાની ઘટના બની છે.

વૈષ્ણોદેવી અંડરપાસ

આજે દેખાયું કેટલા 'વિઝનરી' છે અમદાવાદના શાસકો

બીજી બાજુ અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસમાં બસ ફસાઈ ગઇ હતી. જેના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સાથે ફાયર વિભાગની ટીમ દ્વારા બસને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.

અમદાવાદ એરપોર્ટ પાણી-પાણી

આ છે અમદાવાદના દ્રશ્યો!

અમદાવાદીઓને જળભરાવથી રાહત ક્યારે?

અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે એરપોર્ટ પર પણ પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે એરપોર્ટમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. 

પરિમલ ગાર્ડન પાસે કાર ખાડામાં ગરકાવ

અમદાવાદમાં પણ ભારે વરસાદ બાદ પરિમલ ગાર્ડન પાસે કાર ખાડામાં ગરકાવ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં રાત્રિ દરમિયાન 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના લીધો અનેક વાહનો પાણીમાં બંધ થઇ ગયા હતા તો ક્યાંક કાર પણ ખાડામાં ગરકાવ થઇ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

અમદાવાદના રસ્તા પર નદીઓ વહી

સરસપુર પાણીમાં ગરકાવ

શહેરનો સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ

અમદાવાદના ભારે વરસાદે તારાજી સર્જતા શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સરસપુર બેટમાં ફેરવાઇ ગયો છે. વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.

નિકોલની સોસાયટીઓ પાણી-પાણી

નિકોલ અને નારણપુરામાં કોઈ ભેદ ના રહ્યો

શહેરનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા સહિતના પૂર્વ વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

હાટકેશ્વર સર્કલ

સળગતા સવાલો

  • પ્રથમ વરસાદમાં જ અમદાવાદ થયું પાણી પાણી 
  • શહેરમાં મોટા ભાગના વિસ્તારો હજુ પણ પાણીમાં
  • ચૂંટાયેલા નગરસેવકોને અમદાવાદની જનતા શોધી રહી છે
  • વરસાદમાં ડૂબેલા અમદાવાદીઓએ એકબીજાની ખૂબ મદદ કરી

  • જનતાના સેવકો મત લેવા આવે છે પણ સેવા કરવા નથી આવતા
  • પોતાનું કામ એકબાજુ મુકીને મદદ કરવા લાગ્યા અમદાવાદીઓ
  • રસ્તા પર ફસાયેલા વાહનોને કાઢવા એકબીજાની મદદે આવ્યા શહેરીજનો
  • જ્યારે અમદાવાદની જનતાને મદદની જરૂર છે ત્યારે નગરસેવકો ક્યાં છે?
  •  જનતાના સેવક માનીને જનતા મત આપે છે
  • જરૂરિયાતના સમયે આ કોર્પોરેટર જાય છે ક્યાં?
  • એકવાર ચૂંટાયા પછી ન દેખાવું એ એમનો 'ધર્મ' છે?
  • લોકોએ જીવ માંડ બચાવ્યો પણ દરકાર કોણ કરે?
  • લોકોની વેદનામાં ભાગીદાર ક્યારે બનશે નેતાઓ?

  • અમદાવાદમાં 'દરિયો' અને 'નદી' સાથે વહ્યાં, વાંક કોનો?
  • ઈસ્ત્રી ટાઈટ કપડાવાળા નેતાઓ ભીંજાતા દેખાયા?
  • અમદાવાદની જનતા પૂછી રહી છે, એમનું કોણ?
  • ક્યાં સુધી અમદાવાદ થોડા વરસાદમાં 'ડૂબતું' રહેશે?
  • ક્યાં સુધી વર્ષોની મહેનત પાણીમાં વહી જતી જોતા રહેશે?
  • પરસેવાની કમાણીથી વસાવેલી ઘરવખરીનું નુકસાન ક્યાં સુધી?

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad heavy rain heavy rain in ahmedabad monsoon 2022 અમદાવાદમાં ભારે વરસાદ ગુજરાતમાં ભારે વરસાદ heavy rains in Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ