ચોમાસું / વલસાડમાં ધોધમાર વરસાદ, ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ

Heavy rainfall in Valsad, flood situation in Oranga river

વલસાડ જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે જે વરસાદ શરૂઆતમાં ખેતી માટે લાભદાયક મનાતો હતો તે વરસાદ હવે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. મધુબન ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદથી મધુબન ડેમમાં 1 લાખ 54 હજાર 821 ક્યુસેક પાણીની આવક થઇ છે. મધુબન ડેમની જળસપાટી 72.75 મીટરે પહોંચી છે જેને લઇ ડેમના 10 દરવાજાને 4.50 મીટર ખોલવામાં આવ્યા છે. ત્યારે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતાં નદી ગાંડીતૂર બની છે. જ્યારે વલસાડની ઔરંગા નદી પણ તોફાની બની છે. જેને લઇ નદી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ