બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy rainfall in north gujarat in the last 24 hours monsoon 2022

PHOTOS / ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ: મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઉત્તર ગુજરાત પાણી-પાણી, 12થી વધુ ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા

Last Updated: 01:12 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઇને કચ્છ સુધી અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

  • ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
  • બનાસકાંઠાના ગામડાઓ બન્યા સંપર્કવિહોણાં
  • શામળાજી પાસેનો મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં!

હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઇને કચ્છ સુધી અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. આજ રોજ સવારના 8થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ, દાંતીવાડામાં 2 ઈંચ વરસાદ, ડીસામાં 2 ઈંચ વરસાદ, થરાદમાં 1 ઈંચ, સુઈગામ અને અમીરગઢમાં પોણો ઈંચ વરસાદ, પાટણના સિદ્ધપુરમાં 1.2 ઈંચ, શંખેશ્વરમાં 1 ઈંચ વરસાદ, રાધનપુરમાં 1 ઈંચ વરસાદ અને કચ્છના લખપતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ અને વંથલીમાં 2 ઈંચ વરસાદ, માણાવદરમાં 1 ઈંચ અને કેશોદમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમરેલીના વડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ. ગુજરાતમાં સુરતના ઉમરપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

જુઓ ઉત્તર ગુજરાતના કયા-કયા વિસ્તારમાં હાલ કેવી છે સ્થિતિ?

ઈકબાલગઢ ગામ બેટમાં ફેરવાયું

બનાસકાંઠાના અમીરગઢમાં છેલ્લા 3 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢમાં છેલ્લા 3 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત ભારે વરસાદના પગલે ઈકબાલગઢ ગામ બેટમાં ફેરવાયું છે. ઈકબાલગઢ ગામના ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. જાહેર રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યું છે.

આદર્શ હાઈસ્કૂલના માર્ગો પર પાણી ફરી વળ્યાં

પાલનપુરમાં આદર્શ હાઈસ્કૂલના માર્ગો પર પાણી ફરી વળતા ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માર્ગ પર પાણી ભરાતા વાહનો પણ અટવાયા છે.

પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ

બનાસકાંઠાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

પાલનપુરમાં સવારથી 3 ઈંચ કરતાં વધુ વરસાદ

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં આજે સવારથી 3 ઈંચ કરતાં વધુ વરસાદ વરસતા વાહનચાલકોએ હેરાન થવાનો વારો આવ્યો. નીચાણવાળા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પણ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.

બીજી બાજુ રાધનપુર અને સાંતલપુર તાલુકાના મધ્યમાં આવેલો રસ્તા પર બનાસ નદીના પાણી ફરી વળતા રસ્તાને બંધ કરી દેવાયો છે. આ રસ્તો બંધ થતા 12 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ઓવરબ્રિજ નીચે એક ગાડી પણ ફસાઈ છે.

ડીસા-થરાદ હાઈ-વે ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી

બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસતા રામપુરા ગામે વરસાદી પાણી ભરાઇ જતા ગ્રામજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડીસા-થરાદ હાઈ-વે ઉપર પાણી ભરાતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

ડીસાના માલગઢ અને વરણ ગામ બેટમાં ફેરવાયા

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ડીસાના માલગઢ અને વરણ ગામ બેટમાં ફેરવાયા છે. ડીસાથી થરાદ જતો સ્ટેટ હાઈ-વે પણ બંધ કરી દેવાયો છે. હાઈ-વે પર 3થી 4 ફૂટ જેટલા પાણી વહી રહ્યાં છે. સતત બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદ શરૂ રહેવાના કારણે જિલ્લાના અનેક રસ્તાનું ધોવાણ થયું છે. અનેક ગામડાઓનો પણ સંપર્ક તૂટતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં છેલ્લા ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદથી ઈકબાલગઢ ગામ બેટમાં ફેરવાયું છે. ઈકબાલગઢમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસતા અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, જો હજુ ભારે વરસાદ પડે તો મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ રહેલી છે.

મેશ્વો ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં

બીજી બાજુ સાબરકાંઠામાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે શામળાજી પાસેનો મેશ્વો ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. મેશ્વો ડેમ ઓવરફ્લોની મહત્તમ સપાટીથી 40 સેમી જ દૂર છે. હાલમાં મેશ્વો ડેમની સપાટી 154.18 ફૂટ છે. મેશ્વો ડેમની મહત્તમ સપાટી 154.59 ફૂટ છે. હાલમાં વરસાદના કારણે મેશ્વો ડેમમાં 1270 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. નદી કિનારાના 18 ગામોને પણ સતર્ક કરી દેવાયા છે.

મહેસાણા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ

બીજી બાજુ મહેસાણામાં પણ છેલ્લા 24 કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી તરેટી ગામ સંપર્કવિહોણું બન્યું છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરી દેવાયો છે. પાણી ભરાતા તરેટી ગામ તરફ જતો રસ્તો બંધ કરી દેવાતા ગામ સંપર્કવિહોણું બન્યું છે.

સાબરકાંઠાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું

આ સિવાય ભારે વરસાદના કારણે સાબરકાંઠાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkantha rain Weather update gujarat monsoon 2022 heavy rain in banaskantha ગુજરાતમાં ભારે વરસાદ gujarat monsoon 2022
Dhruv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ