બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy rainfall in arvalli district udaipur state highway closed

મુશળધાર / ઉદયપુર સ્ટેટ હાઇવે બંધ, નેશનલ હાઇવે પર 20 કિમીનો ચક્કાજામ: રાજસ્થાન બાજુ જવાના હોવ તો ચેતજો

Dhruv

Last Updated: 12:28 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકવાર ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદે રેલમછેલ કરી નાખી છે. ત્યારે ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં તો નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

  • અરવલ્લી જિલ્લામાં વ્યાપક વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર
  • ભૂસ્ખલનથી શામળાજી નેશનલ હાઈવે પર 20 કિ.મી ટ્રાફિક જામ
  • ભારે વરસાદના કારણે શામળાજી-ઉદયપુર સ્ટેટ હાઇવે બંધ

અરવલ્લીમાં ભારે વરસાદના કારણે શામળાજી-ઉદયપુર સ્ટેટ હાઇવે બંધ થઇ ગયો છે. વેણપુર પાસે વરસાદી પાણી ફરી વળતા 5 કિમીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ સાથે અરવલ્લીની ગીરીમાળામાં ભૂસ્ખલન થતા શામળાજી નેશનલ હાઈવે પર 20 કિ.મી.નો ટ્રાફિક જામ સર્જાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. શિલાઓ પડતા કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે.

શામળાજી સર્કિટ હાઉસ

શામળાજી સર્કિટ હાઉસમાં પાણી ભરાઇ ગયા

બીજી બાજુ મોડાસા-શામળાજી હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા શામળાજી સર્કિટ હાઉસમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને સ્ટેટ હાઈ-વે ધોવાઇ ગયો છે. ભારે વરસાદના કારણે અરવલ્લીમાં અનેક તળાવો ભરાઇ ગયા છે.

પાલનપુરના આબુ હાઇવે પાણી-પાણી

પાલનપુરના આબુ હાઇવે પર પણ પાણી ફરી વળ્યાં

બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વહેલી સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે પાલનપુરના આબુ હાઇવે પર પણ પાણી ભરાઇ ગયા છે. ગઠામણ પાટીયા તેમજ અંબાજીને જોડતા હાઇવે પર પાણી ફરી વળ્યાં છે. જેના લીધે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુનોખમાં 6 ઈંચ વરસાદ

શામળાજીથી બહેચરપુરા તરફનો કોઝ-વે બંધ

અરવલ્લીના સુનોખમાં 6 ઈંચ વરસાદના કારણે ગામમાં પાણી ફરી વળ્યા છે. નેશનલ હાઈ-વેના પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એ સિવાય અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે શામળાજી પાસે મેશ્વો નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કોઝ-વે ઉપર પાણી ફરી વળતા શામળાજીથી બહેચરપુરા તરફનો કોઝ-વે બંધ કરાયો.

ટીંટોઇ ગામે નદી જેવાં દ્રશ્યો

ટીટોઈમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે નદી વહેતી થઇ છે. ટીટોઈમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આથી ટીંટોઇ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ટીંટોઈના ડુંગર વિસ્તારનું પાણી ગામમાં ઘૂસી ગયા છે. આથી, નદી જેવા વહેતા પાણીને જોવા માટે સ્થાનિકોની ભારે ભીડ ઉમટી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ