બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / heavy rainfall in 247 taluka of gujarat amid Tauktae Cyclone

વરસાદ / Tauktae ના કારણે ગુજરાતના 247 તાલુકા જળબંબોળ, આ જિલ્લામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો

Parth

Last Updated: 10:10 AM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તૌકતે વાવાઝોડા વાવાઝોડાએ ગુજરાત આખું ધમરોળી નાંખ્યું છે જેમાં 24 જ કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

  • તૌકતે વાવાઝોડાની રાજ્યભરમાં અસર
  • 24 કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ
  • 30 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ

છેલ્લા 24 કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
તૌકતે વાવાઝોડાથી રાજ્યભરમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ગીર ગઢડા અને ઉનામાં 8-8 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 7 ઇંચ, ખેડાના મહુધામાં 7 ઇંચ વરસાદ પડ્યો. આણંદ સમગ્ર જિલ્લામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે 30 જેટલા તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ અને 40 તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

મહૂવામાં મહાવિનાશ!
તૌકતે વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા. 

વાવાઝોડાથી રાજ્યમાં 19 લોકોના મોત
બે દિવસ સુધી તૌકતે વાવાઝોડાએ આખા ગુજરાતને ઘમરોળ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે જ્યારે અમદાવાદ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અમુક લોકો લાપતા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. 

ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ 
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae live news Tauktae cyclone News in Gujarati tauktae cyclone તૌકતે tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ