બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / heavy rainfall and cyclone in karnataka, kerala, goa amid cyclone tauktae

આફત / તૌકતેનું તાંડવ શરૂ : દક્ષિણમાં દરિયો ગાંડોતૂર, કેટલાકના મોત-હજારો લોકોનું સ્થળાંતર

Parth

Last Updated: 11:16 AM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંકટની વચ્ચે વાવાઝોડું એક મોટી આફત લઈને આવ્યું છે જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં તેની અસર પણ ચાલુ થઈ ગઈ છે.

  • તૌકતેનું તાંડવ શરૂ 
  • કર્ણાટક, કેરળ, ગોવામાં દરિયો ગાંડોતૂર
  • હજારોનું સ્થળાંતર, કેટલાક મોતના અહેવાલ 

કેરળમાં દરિયો તોફાની બન્યો 

કેરળમાં વાવાઝોડાનું તાંડવ શરૂ થયું હોય તેવી સ્થિતિ છે. કેરળમાં દરિયો ગાંડોતૂર બન્યો છે જેમાં દરિયામાં તોફાની મોજાં ઉછળતા દરિયાકાંઠાના વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલમાં અર્નાકુલમમાં 1, કાઝોકોડામાં 1 વ્યક્તિનું મોત થયા હોવાના સમાચાર છે. 

કર્ણાટકમાં ચાર લોકોના મોત 

કર્ણાટકમાં પણ ચાર લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છ જિલ્લાઓમાં ભયંકર વરસાદ થઈ રહ્યો છે તથા વાવાઝોડાના કારનરે 73 ગામડાઓ ભયંકર રીતે પ્રભાવિત થયા છે. 

મહારાષ્ટ્રમાં અસર શરૂ 

ગુજરાત સહિત પશ્ચિમના જુદા જુદા રાજ્યોમાં તૌકતે વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રમાં દરિયામાં વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. કોંકણ અને સીધુંદુર્ગના જિલ્લાઓના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. 

વધુ તાકાત સાથે અથડાશે વાવાઝોડું 

નોંધનીય છે કે અરબી સમુદ્રમાં આ વાવાઝોડાએ પોતાની તાકાત વધારી છે અને સ્પીડમાં વધારી છે. વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે તથા જૂનાગઢ, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, દીવમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર 18 મેના રોજ પોરબંદર અને નલિયા વચ્ચે પહોંચી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae live news tauktae cyclone tauktae cyclone news gujarati તૌકતે tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ