Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વરસાદ / ડાંગઃ સાપુતારામાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ચિંતામાં

ડાંગઃ સાપુતારામાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ચિંતામાં

ડાંગના સાપુતારામાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદ ખબક્યો છે. આગ ઝરતી ગરમી વચ્ચે કમોસમી વરસાદ ખબાકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરી અને ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ દર્શાવાય રહી છે. ત્યારે વરસાદમાં ઠંડા માહોલમાં પ્રવાસીઓએ ભિંજાવાની મજા માણી હતી.

આ ઉનાળો શરૂ થયો છે ત્યારે અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રહેણાંક મકાનો પરથી વરસાદી પાણીના નેવા પડવા લાગ્યા હતા.

મહત્વનું છે કે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઇ જવા પામી છે. અસહ્ય ઉનાળાની ગરમી વચ્ચે અચાનક આવેલ વરસાદથી સ્થાનિકો અને પ્રવાસીઓએ વરસાદની મજા માણી હતી.

જોકે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ જણાઇ રહી છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ