heavy rain sardar sarovar dam water level up narmada bharuch vadodara alert
સાવચેત /
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર છલોછલઃ નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા અલર્ટ પર
Team VTV08:42 AM, 31 Aug 20
| Updated: 08:43 AM, 31 Aug 20
ગુજરાતની જીવા દોરી સમાન ગણાતાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. હાલ ડેમની સપાટી 132.38 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાધી ડેમના 23 દરવાજા ખોલવામાં આવતાં નર્મદા, ભરૂચ અને વડોદરાના જિલ્લાને અલર્ટ કરવામાં આવ્યાં છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક યથાવત
હાલ ડેમની સપાટી 132.38 મીટરે પહોંચી
નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા અલર્ટ પર
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવા દોરી સમાન ગણાતાં સરદાર સરોવર ડેમમાં પાણની આવક યથાવત જોવા મળી રહી છે. જેને લઇને હાલ ડેમની સપાટી 132.38 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જો કે ડેમના દરવાજા ખોલવાની સાથે નર્મદા જિલ્લાના 21 ગામને અલર્ટ કરાયાં છે. આ સાથે ભરૂચ અને વડોદરા જિલ્લાને પણ અલર્ટ કરવામાં આવ્યાં છે.
હાલ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 11.07 હજાર ક્યૂસેક પાણીની આવક જોવા મળી રહી છે. જ્યારે ડેમમાંથી 9.55 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.