હવામાન / સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જુઓ ક્યાં કેટલો વરસાદ

heavy rain in south gujarat vapi valsad kaprada

ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાપીમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જ્યારે વાપી, વલસાડ, કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ