Team VTV08:50 AM, 09 Aug 19
| Updated: 09:02 AM, 09 Aug 19
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આકાશી આફત સામે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળ્યું. જ્યારે બીજી તરફ NDRF અને નૌસેનાની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. કોલ્હાપુરમાંથી અત્યાર સુધી 50 હજાર લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના કલિંગપટનમ શહેરમાં પ્રાણીઓના સ્ટેચ્યુ પણ નદીમાં વહી ગયા
અડધા દેશને વરસાદે બાનમાં લીધો છે. ત્યારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમથી પણ હૃદય થંભાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શ્રીકાકુલમમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વામાધાર અને નાગવલી નદીમાં ભારે પૂર આવ્યું છે.
વામાધાર નદીમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતાં નદી કિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. કલિંગપટનમ શહેરમાં નદી કિનારે બનેલા પ્રાણીઓના સ્ટેચ્યુ નદીમાં વહી ગયા છે. નદી કિનારે બનેલા હાથીના સ્ટેચ્યૂના પહેલા પાછળના બે પગ પાણીમાં વહી ગયા અને ત્યાર બાદ હાથી પાણીમાં વહી ગયો. જ્યારે બીજી તરફ જીરાફનું સ્ટેચ્યૂ પણ પાણીમાં વહી ગયું છે.
Andhra Pradesh: Animal statues on the Kalingapatnam beach got washed away in the sea following a rise in the water level, yesterday. pic.twitter.com/4ppW3Z6X9M
હિમાચલપ્રદેશના કિન્નુરમાં વાદળ ફાટ્યું, 4 ઈલેક્ટ્રીક પ્રોજેક્ટને અસર
હિમાચલપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલના કિન્નૂરમાં વાદળ ફાટ્યું છે. જેથી પહાડો પરથી પાણીની સાથે કાટમાળ પણ ધસીને નીચે આવી રહ્યો છે. જેના કારણે 4 ઈલેક્ટ્રીક પ્રોજેક્ટને અસર થઈ રહી છે. જ્યારે બીજી તરફ નેશનલ હાઈ-વે નંબર 5 પણ બંધ કરવામાં આવ્યો છે.
કર્ણાટકમાં ભારે વરસાદ બાદ પૂરને કારણે હજારો પરિવાર બન્યાં બેઘર
કર્ણાટકમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર જળબંબાકાર જોવા મળ્યો છે. રાજ્યના શિવમોગા વિસ્તારમાં માઠી અસર પડી છે. ભારે વરસાદના પગલે હજારો પરિવારો બેઘર બન્યાં છે. તુંગા નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયેલા જોવા મળ્યાં છે.
ગુજરાત આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમ (સરદાર સરોવર ડેમ)ની સપાટી પ્રથમવાર 131 મીટરે પહોંચી છે અને ડેમના 25 દરવાજા ખોલવાં પડ્યા છે. આઝાદીથી અધરું રહેલું...