વરસાદ / કચ્છમાં બારે મેઘ ખાંગા, કઠડા ગામ બેટમાં ફેરવાયું, ઝરણાઓ થયાં સજીવન, માંડવીમાં મેઘમહેર

Heavy rain in kutch weather department gujarat

કચ્છ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી કાઠડા ગામ બેટમાં ફેરવાયું છે. નદીમાં પૂર આવતા કાઠડામાં નદીનું પાણી ફરી વળ્યું છે. અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કોઠરા ગામ પાસેથી પસાર થતા ઝરણાઓ સજીવન થયા છે. ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે. માંડવીમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માંડવીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યારે બીજી તરફ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. જ્યારે અબડાસાના સુથરીમાં પણ મેઘો મહેરબાન થયો છે. ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. બીજુ સારા વરસાદના કારણે ભુજના મોટાબંધમાં ધોધના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ