બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે કેશોદની હાલત બગડી, અવિરત વરસાદ બાદ જળબંબાકાર, ઘેડમાં ભારે તારાજી
Last Updated: 12:39 PM, 21 July 2024
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જીલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કેશોદ પંથકમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.
ADVERTISEMENT
કેશોદ પંથકમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને કારણે ઘેડ પંથકના ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે. મુશળધાર વરસાદને કારણે ઓઝત અને સાબરી નદીમાં પૂર આવતા નદીના પાળા તૂટી ગયા છે અને નદીના પાળા તૂટતા ખેતરો જળબંબાકાર થઈ ગયા.
ADVERTISEMENT
ખેતરમાં બનાવેલા મકાનો પણ પાણીમાં ડૂબી ગયા છે અને ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. આ સાથે જ મઢડા, મુળિયાસા, બામણાસા, પાડોદર, જોનપુર ગામ પાણી-પાણી થયા છે. મટીયાણા, બાલાગામ, સાઢા, સરમા સહિતના ગામો પણ જળમગ્ન થયા છે.
બામણાસા ગામડને ઓઝત નદીના ભારે પૂરને કારણે ખેદાન મેદાન કરી નાખ્યું છે. વાડીએ રહેલા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જયારે આંબાના પાકને ભારે નુકશાન થયું છે. અનેક ખેડૂતોનો પાક બળીને ખાખ થઈ ગયા છે અને કેમિકલના પાણીને કારણે મગફળીનો પાક નાશ પામ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જીલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.