ચોમાસુ / દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, નવસારીના 8 ગામો એલર્ટ, હજુ ભારે વરસાદની આગાહી

Heavy rain in Gujarat Weather department Forecasts

રાજ્યભરમાં વરસાદી માહોલ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તંત્રએ ગણદેવી તાલુકાના 8 ગામોને એલર્ટ કર્યા છે. અંબિકા નદીના કાંઠે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્રએ નદી કાંઠે ન જવા માટે સ્થાનિકોને પણ અપીલ કરી છે. જ્યારે ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ