બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકામાં વરસાદથી તારાજી, લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, રસ્તાઓ ધોવાયા, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર, જુઓ વીડિયો
Last Updated: 11:34 AM, 20 July 2024
ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ શિક્ષણ વિભાગે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
ADVERTISEMENT
દ્વારકામાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર જળભરાવ થયો છે અને તેના ઘણા વિડીયો પણ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ પડ્યા બાદ ભદ્રકાળી ચોક વિસ્તારમાં આવેલ હોટલના બેઝમેન્ટમાં પાણી ભરાયાનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
આખા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાંથી 59 લોકોનું સ્થળાંતર કરાયું છે, તો જિલ્લામાં કુલ 9 મકાનમાં નુકસાન પણ પહોંચ્યું છે. ભાટિયા પાસે નદીમાં તણાતા 2 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં 20 વીજ પોલને નુકસાન થયું તો 10 જેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે. ખાસ કરીને ખંભાળિયા, રાવલ, દ્વારકામાં અનેક સ્થળોએ મકાનમાં પાણી ઘૂસ્ય .તો ધોધમાર વરસાદને પગલે જિલ્લાના અનેક જળાશયો છલકાયા છે. ભારે વરસાદ બાદ પાણીના પ્રવાહથી દૂર રહેવા જિલ્લા કલેકટરે લોકોને અપીલ કરી છે.
રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે.
9 જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં દ્વારકામાં 2, નર્મદા, કચ્છ, વલસાડમાં એક-એક ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે, તો જૂનાગઢ, ભાવનગર, અમરેલી સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં પણ એક-એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.