Team VTV09:28 AM, 25 Aug 19
| Updated: 09:39 AM, 25 Aug 19
ભારે વરસાદને કારણે ભોપાલના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ભોપાલના 5 નંબરના સ્ટોપ પર પૂરના કારણે 2 ફીટ સુધી પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે ભોપાલનું મોટું તળાવ ભરાઈ ગયું હતું અને સાથે વધારે પાણી આવતાં તેને કલિયાસોત ડેમમાં છોડવું પડ્યું હતું.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શનિવારે દિવસભર વરસાદ થવાના કારણે જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના અનુસાર શનિવારે ભોપાલમાં એક જ દિવસમાં 42 મીલિમીટર વરસાદ નોંધાયો હતો. શુક્રવારે સાંજથી વરસાદ શરૂ થયો હતો જે શનિવાર સુધી ચાલ્યો. સતત વરસાદના કારણે ભોપાલનું તાપમાન 4 ડિગ્રી ઘટ્યું હતું.
37 જિલ્લામાં આપવામાં આવ્યું વરસાદનું એલર્ટ
મધ્યપ્રદેશમાં એકવાર ફરી મોનસૂન સક્રિય થયું છે. હવામાન વિભાગના આધારે આવનારા 24 કલાકમાં હોશંગાબાગ, બૈતૂલ, બડવાની, અલીરાજપુર, ટીકમગઢ, દમોહ, છતરપુર, દતિયા, નીમચ, શિવપુરી, અશોકનગર, ભિંડ, જબલપુર, નરસિંહપુર, રીવા, સતના, સિંગરૌલી, ભોપાલ, રાયસેન, ઉજ્જૈન, રાજગઢ, સીહોર, વિદિશા, રતલામ, મંદસૌર, ઈદોર, ઘાર, ઝાબુઆ, ખંડવા વગેરે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.