બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 PM, 15 October 2024
બેંગાલુરુમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ
ADVERTISEMENT
કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં ભારે વરસાદની સંભાવનાને કારણે IMD એ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ કારણે 16મી ઓક્ટોબરે તમામ શાળા-કોલેજો બંધ રહેશે. આ સિવાય કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવા માટે કહેવામાં આવ્યું છે.
📌This is the horrfic situation of Bengaluru Panathur Railway underpass after few hrs of rain!😰#Bengaluru#BengaluruRains pic.twitter.com/DMx4AK2TdW
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) October 15, 2024
ADVERTISEMENT
બેંગાલુરુમાં 14 ઓક્ટોબરથી સતત વરસાદ થઈ રહ્યો છે
બેંગલુરુમાં 14 ઓક્ટોબરથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે.
Came out to have a look and this is how it looks like 🙏🏻..
— Bharat Guddanti (@bharat_guddanti) October 15, 2024
Videos of Panathur railway bridge underpass, Balagere road, Gunjur Road#BengaluruRains #bengalururain #bengaluru #Rains #BangaloreRains #bangalore #orangealert #bangalorerain #floods pic.twitter.com/onORoUdMfK
ત્રણ દિવસ રાજધાનીમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજધાનીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદની સમસ્યાને ધ્યાનમાં રાખીને, બેંગાલુરુ શહેરી જિલ્લા કલેક્ટર જગદીશે જાહેરાત કરી છે કે આવતીકાલે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. હવામાન નિષ્ણાતો કહે છે કે બેંગાલુરુ સપ્તાહના અંત સુધી વાદળછાયું રહેશે. શાળાની રજાઓ સંબંધિત નવીનતમ માહિતી માટે વિદ્યાર્થીઓને તેમની સંબંધિત શાળાઓના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
કર્ણાટક રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ કર્ણાટકના બેંગાલુરુ અર્બન, કોલાર, ચિક્કાબલ્લાપુર, રામનગરા, હસન, બેંગલુરુ ગ્રામીણ, માંડ્યા, ચામરાજનગર, મૈસૂર અને કોડાગુ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તરા કન્નડના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. જોકે, ઉત્તરા કન્નડમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ SCO સમિટમાં પાકિસ્તાન પહોંચેલા એસ જયશંકરને PM શાહબાઝ શરીફે આવકાર્યા, જુઓ વીડિયો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
હૈદરાબાદમાં હેરાનીભર્યું / પ્રેમમાં તો આવું પણ થાય! ગર્લફ્રેન્ડે ખૂબ વિચિત્ર કારણે કર્યો આપઘાત, માન્યામાં નહીં આવે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.