બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંકલેશ્વરમાં ભારે વરસાદથી 4 ઘોડા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા, જુઓ વીડિયો
Last Updated: 06:17 PM, 24 July 2024
ભરૂચમાં ધમધોકરા વરસાદ ખાબક્યો છે. અંક્લેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ ભરૂચ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર આવેલી મામલતદારની ઓફિસની આસપાસ પાણી ભરાયા હતાં. આમલાખાડી વિસ્તારમાં 4 ઘોડા તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે
ADVERTISEMENT
અંકલેશ્વરમાં મામલતદારની ઓફિસની પાસે પાણી ભરાયા
ADVERTISEMENT
ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઈવે પર આવેલી મામલતદારની ઓફિસની આસપાસ પાણી ભરાયા હતા. મામલતદાર ઓફિસ પાસેના નેશનલ હાઇવે આઠના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે ST બસ સેવા ખોરવાઈ, કચ્છ-જૂનાગઢ સહિતના જીલ્લાઓની 230 ટ્રીપ રદ
આમલાખાડી વિસ્તારમાં 4 ઘોડા તણાયા
ભરૂચના અંકલેશ્વરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદથી અંકલેશ્વરના આમલાખાડી વિસ્તારમાં 4 ઘોડા તણાયાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદથી પાણીના પ્રવાહમાં તણાયા ઘોડા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.