બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast: Meghmehr will occur on 17th in Ahmedabad and 18th in Surat
Priyakant
Last Updated: 12:50 PM, 15 July 2023
ADVERTISEMENT
ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઇ છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 16 જુલાઇથી 19 જુલાઇ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
હવામાન વિભાગે 16 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે 16 જૂલાઈ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આ તરફ 16 જૂલાઈએ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
17 જુલાઇએ અહી મેઘમહેરની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. આ સાથે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરાઇ છે.
18 જુલાઇએ અહી પડશે વરસાદ
આ તરફ 18 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 18 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને પોરબંદરમાં વરસાદની આગાહી છે.
19 જૂલાઈએ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂલાઈર વલસાડ, તાપી, ડાંગમાં વરસાદનું આગમન થશે. આ સાથે 19 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ ત્રાટક્યો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીર ની આવક થઈ છે. તો સ્થાનિક નદીઓ ગાંડીતુર બનીને વહી હતી. આ ઉપરાંત વાવણી કરાયા બાદ ખેડૂતોના કાચા સોના જેવા પાક પર વરસાદ પડતા પાક પણ લહેરાઈ રહ્યા છે જેને લઇને ખેડૂતોના હૈયા હરખાયા હતા. વરસાદ અંગે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેશોદમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાહેર થવા પામ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કેશોદમાં 5.5 ઇંચ, પલસાણામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, વાપીમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. તે જ રીતે વિસાવદરમાં સવા 3 ઈંચ, ગણદેવીમાં 3 ઈંચ, કપરાડામાં 2.5 ઈંચ, તિલકવાડામાં સવા 2 ઈંચ, ધોરાજીમાં સવા 2 ઈંચ, સુત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉમરપાડામાં સવા 2 ઈંચ, વંથલીમાં 2 ઈંચ, સુરતમાં 2 ઈંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ, પાટણ-વેરાવળમાં પોણા 2 ઈંચ, ભેસાણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.