હવામાન વિભાગની 11 થી 15 જુલાઇ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી

By : krupamehta 10:07 AM, 11 July 2018 | Updated : 01:19 PM, 11 July 2018
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે 11થી 15 જૂલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 11 જૂલાઈના રોજ સૌરાષ્ટ્ર, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 જૂલાઈના રોજ બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગ, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 13 જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અને સાબરકાંઠા, અરવલ્લી, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

14 જુલાઈના રોજ બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને ગીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 15 જુલાઈના રોજ દક્ષિણ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.  

જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજયના 129 તાલુકાઓમાં વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ નવસારી,મહુવામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં 6.5 ઇંચ,વાલોદમાં 6, વલસાડમાં 5 ઇંચ વરસાદ પડયો હતો. હાલોલ, તાલાલા, ઉમરગામમાં 4.5 ઇંચ, ચોર્યાસી,ગણદેવી,વાપી,કપરાડામાં 4 ઇંચ વરસાદ પડયો હતો.  વેરાવળ, બારડોલી, પારડી,ચીખલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

ખેરગામ,વ્યારા,સુબીર,વડોદરામાં 3 ઇંચ વરસાદ અને માંગરોળ,વઘઈ,ડાંગ,ગીર ગઢડામાં 2 ઇંચ વરસાદ પડયો અને ભારે વરસાસદને પગલે નદી-નાળા ડેમ છલકાયા હતા. અમુક વિસ્તારોમાં વરસાદ ન પડતા વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો. Recent Story

Popular Story