બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast in next 5 days in Gujarat monsoon 2022
Last Updated: 08:00 AM, 21 July 2022
ADVERTISEMENT
રાજ્ય (Gujarat) માં છેલ્લા કેટલાંય દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એવામાં ફરીવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
રાજ્યમાં 23 અને 24 જુલાઇના રોજ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં તારીખ 23 અને 24 જુલાઇના રોજ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છમાં 23 જુલાઇના રોજ અતિભારે વરસાદ પડશે.
જ્યારે અમદાવાદમાં પણ 23 અને 24 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો 22 જુલાઈએ સુરત, વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસશે. આથી, 23 અને 24મી તારીખે માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
ગુજરાતમાં ચાલુ સિઝનમાં 459 મીમી વરસાદ નોંધાયો
નોંધનીય છે કે, ગુજરાતમાં ચાલુ સિઝનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.
રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર : રાજેન્દ્ર ત્રિવેદી
રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.'
વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે. હજુ પણ રાજ્યમાં કુલ 55 જેટલા બસોના રૂટ બંધ છે. વરસાદના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોનાં મૃત્યુ થયા છે. ઉકાઈ ડેમમાંથી પણ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. 2.70 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં પાકને નુકસાન થઈ શકે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.