બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 3 જિલ્લાઓ માટે આગામી 3 કલાક અતિભારે, અમદાવાદમાં પણ રાત્રે મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા
Last Updated: 08:11 PM, 21 June 2025
Gujarat Weather : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ રાજ્ય માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે શરૂઆતમાં વરસાદનું જોર ઓછું રહેશે. ત્યાર બાદ તબક્કાવાર વરસાદનું જોર વધશે. વરસાદનાં પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
126 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 126 તાલુકાનાં વરસાદ નોંધાયો હતો. આગામી ત્રણ કલાક ગુજરાતાં આ ત્રણ જિલ્લાઓ માટે ખુબ જ ભારે હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વા઼ડીલાલ નહી વાહિયાત વાડીલાલ! ભારતીય સામાજિક વ્યવસ્થા પર ઘા કરાયો છે
અરવલ્લીમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ
ADVERTISEMENT
22 જુનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
NDRF ની 12 ટીમો સ્ટેન્ડ બાય
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર સહિત અન્ય વિવિધ જિલ્લાઓમાં NDRF ની 12 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ અને હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 થી 30 જુનનાં રોજ બંગાળનાં ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રેડ એલર્ટ
ADVERTISEMENT
બનાસકાંઠા-સાબરકાંઠા
ઓરેન્જ એલર્ટ
ADVERTISEMENT
દમણ અને દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરત, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને પાટણ
યલો એલર્ટ
મોરબી,જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવગર, ભરૂચ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.