દેશભરમાં કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વોત્તરથી લઇને પશ્ચિમ સુધી અને ઉત્તર ભારતમાં સતત વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બંગાળના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્યપ્રદેશના 12 જિલ્લા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અલર્ટ
શનિવાર અને રવિવારે આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા
આ વિસ્તારમાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
પહાડોમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાતા સંપર્ક કપાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બંગાળના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશના છ જિલ્લા હોશંગાબાદ, જબલપુર, નરસિંહપુર, બેતુલ, સિવની અને હરદા જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કર્યું છે.
મધ્યપ્રદેશના 12 જિલ્લા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. તો ઓડિશાના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકોને 24 કલાક માછીમારી કરવા ન જવા ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં 24 કલાક માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે વિદર્ભ અને કોંકણ વિસ્તારને લઇને 48 કલાક ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. શનિવાર અને રવિવારે આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ આ વિસ્તારમાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો ભારે વરસાદના કારણે બિહારમાં સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના 16 જિલ્લાની 1322 પંચાયતો પાણીમાં ડૂબી ગઇ છે. દરભંગા, મુઝફ્ફરનગર અને ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. રાજ્યની મોટાભાગની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.