Team VTV03:59 PM, 02 Oct 22
| Updated: 04:17 PM, 02 Oct 22
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 6 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે.
હિમાચલ પ્રદેશમાં ફરી વરસાદની આગાહી
હવામાન વિભાગે 6 ઓક્ટોબરની ચેતવણી આપી
આ વર્ષે વરસાદના લીધે નુકશાન બમણું થયું
ચોમાસું ભલે વિદાયના અંતે હોય, પરંતુ હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 6 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદનો આ દોર એક પણ દિવસ નહીં પણ બે-ત્રણ દિવસ સુધી રહે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાને કારણે જાનમાલ બંનેને ઘણું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ગત વર્ષ કરતા બમણો વિનાશ થયો છે.
ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદનો આ કહેર 6 ઓક્ટોબરથી આગામી 2-3 દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3-4 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વોત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે હિમાચલ સહિત અન્ય રાજ્યોમાં ધીરે ધીરે વિદાય લઇ રહી છે.
હિમાચલ પ્રદેશમાં આ વખતે ભારે વરસાદને કારણે બમણું નુકસાન થયું
આ સાથે જ રાજસ્થાનમાં આ વખતે વરસાદે દાયકાઓના રેકોર્ડ તોડ્યા છે. હિમાચલમાં ગયા વર્ષની સરખામણીએ આ વખતે 2154 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. વર્ષ 2021માં હિમાચલ પ્રદેશને વરસાદને કારણે 1,118.02 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ ન પડતાં હિમાચલવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર ભારે વરસાદની ચેતવણીથી લોકોની ચિંતા વધી છે.
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગયા અઠવાડિયે આગાહી કરી હતી કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું ઉત્તર ભારતમાંથી વિદાય લેશે. કેટલીક જગ્યાએ ચોમાસાને યોગ્ય વિદાય આપવામાં આવી છે. પરંતુ ત્યાર બાદ પણ ભારે વરસાદની ચેતવણી ભયાનક છે. રાજસ્થાનમાં પણ ચોમાસાએ વિદાય પહેલા પૂર્વ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં અરાજકતા ફેલાવી દીધી હતી. એક જ દિવસમાં 600 મીમીથી વધુ વરસાદે ખેડૂતો અને સામાન્ય માણસને રડાવ્યા હતા.
406 લોકોના મોત થયા
હિમાચલમાં 29 જૂનથી 27 સપ્ટેમ્બર દરમિયાન માર્ગ અકસ્માતમાં 406 લોકોના મોત થયા છે, આ સાથે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે. તે જ સમયે, 15 લોકો હજી પણ ગુમ છે. આ સમગ્ર ચોમાસાની સીઝનમાં વિવિધ આફતોના કારણે 731 જેટલા લોકો ઘાયલ થયા હતા.