અમદાવાદ / 2 કલાકના વરસાદમાં ટાપુ જેવી સ્થિતિ, શહેરના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા

અમદાવાદમાં 2 કલાકના વરસાદમાં જ સ્થિતિ જાણે એક ટાપુ હોય તેવી થઇ ગઇ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના વોરાના રોજા વિસ્તારમાં હજુ પણ પાણી ઉતર્યા નથી. કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અમદાવાદ મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરી પણ પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં કલાકો બાદ પાણી ન ઓસરતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ