Team VTV10:21 AM, 17 Oct 20
| Updated: 10:29 AM, 17 Oct 20
ગુજરાતમાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે ત્યારે ફરી અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાતા રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વેલમાર્ક પ્રેસ લો પ્રેશર ડિપ્રેશનમાં બદલાશે.
રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાયુ
રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતમાંથી જ્યાં એક તરફ ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં રાજ્યામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાયું છે. જેને લઇ રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. વેલમાર્ક પ્રેસર લો પ્રેશર ડિપ્રેશનમાં બદલાશે જેના કારણે દરિયો તોફાની બનશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન કરાયું છે.
રાજ્યમાં એક તરફ ભારે વરસાદની આગાહીના પગલે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમં મોરબી, બનાસકાંઠા, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાંક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.