હવામાન વિભાગ દ્વારા 21 રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી

By : juhiparikh 12:46 PM, 10 August 2018 | Updated : 12:46 PM, 10 August 2018
હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે. તો કેરળમમાં પૂર-વરસાદથી સ્થિતિ વધારે વણસી છે. શુક્રવારે સવારે ઇડુક્કી બંધના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જ્યાં ગત 2 દિવસોમાં 10000થી વધારે લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. આગામી 24 કલાક ભારે વરસાદ થવાની આશંકા છે. રાજ્યના 24 ડેમના ગેટ ખોલવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે રાત્રે વાદળ ફાટવાથી ત્રણ ગામમાં ભારે નુકસાન થયું છે. રાજ્યમાં છ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ:

ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, તમિળનાડુ, કેરળ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ થઇ શકે છે. 

કેરળ બેહાલ:

કેરળમાં ભારે વરસાદથી, પૂર અને ભૂસ્ખ્લનથી 26 લોકોની મોત થઇ ચૂકી છે. આપદા પ્રબંધન અધિકારીઓના જણાવ્યા મુજબ ઇડુક્કી જિલ્લામાં 11 લોકોનાં મોત થયા છે. અહીં અત્યારસુધી 10000 લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે. નદીઓ ભયજનક સપાટીએ હોવાના કારણે રાજ્યના 24 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. ઇડુક્કી ડેમના ગેટ 26 વર્ષ પછી ખોલવામાં આવ્યાં છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ કેરળમાં 10 કરોડ રૂપિયા અને રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યાં છે.

હિમાચલનાં 6 દિવસ સુધી એલર્ટ:

હિમાચલમાં ખરાબ વાતાવરણથી મુશ્કેલીઓ પડી રહી છે. ગુરુવારે સવારે તડકો હતો પરંતુ બપોર પછી રાજધાની શિમલા સહિત ઘણા સ્થળોમાં વરસાદ આવ્યો. હવામાન વિભાગે 10-15 ઓગસ્ટ સુધી સતત વરસાદ આવવાનો અનુમાન લગાવ્યો છે. 12-13  ઓગસ્ટ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુરુવારે સૌથી વધારે વરસાદ 33 મિલીમિટર ભુંતરમાં થઇ. વરસાદના કારણે પ્રદેશની લગભગ 160 રસ્તાઓનો સંપર્ક તૂટી ગયો છે. એડિશનલ ડેપ્યુટી કમિશ્નરે દાવો કર્યો કે, 4-5 દિવસ સુધી રસ્તાઓ સરખા કરી દેવામાં આવશે.

કુલ્લુમાં વાદળ ફાટ્યું

બંજારની તીર્થન ઘાટીમાં ગુરૂવારે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે વાદળ ફાટવાની ઘટનાથી નાગની પંચાયતના સાઇરોપા અને ગહિધાર તેમજ દાડી ગામમાં ભારે નુકસાન થયું છે. જેમાં બે મકાન, એક ગૌશાળા વહી ગયા છે. તો ત્રણ મકાનને આંશિક નુકસાન થયું છે. પાણીમાં બે ગાય અને આઠ ઘેટાં-બકરા વહી ગયાં છે.

ઉત્તર પ્રદેશમાં વરસાદથી લોકોના મૃત્યુ:

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 1 જૂલાઇથી અત્યાર સુધી 112 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. આ ઉપરાંત સરયૂ નદીમાં પૂરના કારણે પૂર્વી ઉત્તર પ્રદેશના લગભગ 12 ગામો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.Recent Story

Popular Story