મેઘમહેર / વરસાદી જમાવટઃ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Heavy rain Ahmedabad many area 12 jun 2020 Gujarat

હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ક્યાંક વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ત્યારે મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. પહેલા ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી ત્યારે હવે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યોછે.

બ્રેકિંગ ન્યૂઝ