ચોમાસું / આજે ગુજરાતનાં 81 તાલુકામાં મેઘમહેર, જુઓ વરસાદથી ક્યાં કેવી સ્થિતિ?

Heavy rain in 81 talukas of Gujarat

વાયુ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે. તો ધીરે ધીરે ચોમાસું પણ જામતું જાય છે. ત્યારે આજે રાજ્યનાં 81 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉનામાં સવા 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. તો આ તરફ સૂત્રાપાડા અને ગીર-ગઢડામાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં વાત કરીએ તો દક્ષિણ વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ