બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Heavy next 24 hours again for these districts of Gujarat! Rain forecast
Malay
Last Updated: 03:24 PM, 31 May 2023
ADVERTISEMENT
ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 3 દિવસ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. .
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસી શકે છે સામાન્ય વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો ગુજરાતના તાપમાનમાં પણ 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.
લોકોએ ગરમી સામે અનુભવી હતી રાહત
અમદાવાદમાં આવતીકાલે અને 4 જૂને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સતત બે દિવસ કમોસમી વરસાદ ગઈકાલે રાહત મળી હતી, ગઈકાલે શહેરમાં વરસાદ પડ્યો ન હતો. ગઈકાલે શહેરમાં 54.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ચાર ડિગ્રી ઓછું હોવાથી લોકોએ ગરમી સામે રાહત અનુભવી હતી. વરસાદી માહોલની સામે લોકોને ભારે ગરમીનો પ્રકોપ છેલ્લા બે દિવસથી સહેવો પડ્યો નથી.
અંબાલાલ પટેલે કરી હતી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. 4 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં થશે. 3, 4, 5 જૂન અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે. હવાનું હળવું દવાબ ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે. ચક્રાવાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે તો દરિયા કિનારે ભારે વરસાદની શક્યાતા છે.
ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા
તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.