બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Heatwave warning continues to be in Saurashtra & Kutch region

મારી નાખ્યા! / હવે ઉનાળો રહેશે આકરો : ધોમધખતા તાપમાં ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડશે, સિવિયર હિટવેવની આગાહી

ParthB

Last Updated: 08:48 AM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળો શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે.

  • ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો
  • ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં યલો અલર્ટ જાહેર 
  • કચ્છમાં ઓરેન્જ અલર્ટ જારી કરાયું
  • ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. બુધવારે રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ ગરમીનો પારો 41.5 ડિગ્રી નોધાયો હતો. કાળઝાળ ગરમી દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસો સુધી સીવીયર હીટવેવની આગાહી કરી છે. 

ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં યલો અલર્ટ જાહેર 

ઉનાળો શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમી દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીવીયર હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં તાપમાન વધવાની આગાહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કરાયુ છે.આ કારણથી હવામાન વિભાગે લોકોને કામ વગર ઘરેથી બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે. જેથી લોકો બહાર નીકળતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

હાલ વાતાવરણમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાતાં ગરમી પ્રકોપ વધશે 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ વાતાવરણમાં એન્ટી સાયકલોનીક સરકયુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. એટલે કે ગરમ અને સૂકા પવનો અતિશય ઝડપે ફૂંકાવા લાગ્યા છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર વધારો થશે. તેમજ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધવા લાગશે..

સંકળાયેલા મુદ્દાઓ

Heatwave warning Weather Weather Forcast heatwave આગાહી ગુજરાતી ન્યૂઝ હવામાન હીટવેવ heatwave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ