Heatwave forecast for Saurashtra and North Gujarat
આગાહી /
કાળઝાળ ગરમી માટે રહો તૈયાર: લોકોને ઘરની બહાર નીકળવુ બનશે મુશ્કેલ, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
Team VTV08:01 AM, 30 Mar 22
| Updated: 08:50 AM, 30 Mar 22
રાજ્યમાં ગરમ અને સુકા પવનો ફૂંકાતા આગામી ત્રણ દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.
ગુજરાતમાં આવતીકાલથી વધશે ગરમી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
મહત્તમ તાપમાનો પારો 42 ડિગ્રીને થઈ શકે છે પાર
રાજ્યમાં આવતીકાલથી કાળઝાળ ગરમીનો વધશે પ્રકોપ
ચૈત્ર માસના આગમન પૂર્વે જ સૂર્યનારાયણે અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી રહી છે. હવામાન ખાતાએ 48 કલાક પછી હીટવેવની આગાહી કરી છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હીટવેવ રહેશે. આજે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 39 ડિગ્રી ગરમી હોવા છતાં 42-43 જેવો અનુભવ થતો હતો.તો વળી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ સુધી 2 થી ૩ ડિગ્રી તાપમાન ઉંચકાશે. તા.31 માર્ચના રોજ પોરબંદર અને કચ્છમાં, તા.1 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ, 2જી એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં હીટવેવ રહેશે.