બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / heatwave for next 5 days imd sounds yellow alert for delhi

હિટવેવ / ભારતમાં છેલ્લાં 122 વર્ષમાં સૌથી ગરમ માર્ચ મહિનો, હજુ પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી

Dhruv

Last Updated: 08:24 AM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનની આગાહી અનુસાર, દેશના કેટલાંક વિસ્તારોમાં ઓછામાં ઓછાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવ રહેશે.

  • કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી
  • આગામી પાંચ દિવસ સુધી દેશના કેટલાંક રાજ્યોમાં હિટવેવ રહેશે
  • 29 એપ્રિલે ઉત્તર ભારતમાં ધૂળનું તોફાન આવવાની શક્યતા

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. IMD એ ઓછામાં ઓછાં આગામી પાંચ દિવસ સુધી દેશના મોટા ભાગના ભાગોમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તશે. બીજી બાજુ હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આજે દિલ્હીમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જાણો કયા રાજ્યોમાં જોવા મળશે લૂની સ્થિતિ?

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર દેશમાં પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં લૂ જેવી સ્થિતિ પ્રવર્તી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાતના ઉત્તરીય ભાગોના અલગ-અલગ વિસ્તારોમાં પણ હિટવેવની સ્થિતિ જોવા મળશે. IMD એ જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. ત્યાર બાદ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનું અનુમાન છે.

29 એપ્રિલે ઉત્તર ભારતમાં ધૂળનું તોફાન આવવાની શક્યતા

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે, ઉત્તર ભારતમાં 29 એપ્રિલે ધૂળની આંધી આવવાની સંભાવના છે. તો 1 અને 2 મે દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. IMDના જણાવ્યાં અનુસાર, 30 એપ્રિલથી પૂર્વીય ક્ષેત્રમાં લૂની લહેર નહીં જોવા મળે. 21 એપ્રિલ, 2007ના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 29 એપ્રિલ 1941ના રોજ એપ્રિલમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, શુક્રવારે દિલ્હીમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંશિક વાદળછાયું વાતાવરણ, હળવો વરસાદ તેમજ ધૂળ સાથે ભારે પવન આવવાની શક્યતા રહેલી છે, જેનાથી થોડી રાહત મળવાની આશા છે.

છેલ્લાં 122 વર્ષમાં માર્ચ મહિનો સૌથી ગરમ મહિનો હતો

ભારતમાં છેલ્લાં 122 વર્ષમાં આ વર્ષે માર્ચ સૌથી ગરમ મહિનો હતો, જે દરમિયાન દેશના મોટા ભાગોમાં ગરમીનો તીવ્ર પ્રકોપ જોવા મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Heatwave warning IMD Alert Weather department heatwave in india weather Forecast Heatwave in india
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ