બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / heatwave ahmedabad gujarat here are the forecast news
Mayur
Last Updated: 01:36 PM, 20 March 2022
ADVERTISEMENT
થોડા જ દિવસોમાં શરૂ થઈ ગઈ કાળઝાળ ગરમી
ટૂંકા સમયમાં જ પડવા લાગેલી કાળઝાળ ગરમીમાં પરસેવે ન્હાતા ગુજરાતીઓ માટે એક થોડા સારા સમાચાર છે. આગામી ચાર દિવસ સુધી હિટવેવની અસર નહીં થાય અને ગરમીમાં આંશિક રાહત જોવા મળે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અમદાવાદ સહિત રાજ્યના ઘણાં શહેરોમાં આ સ્થિતિ
ઉલ્લેખનીય છે કે હોળી-ધૂળેટીના તહેવાર પછી ગરમીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ હતી પરંતુ એ અગાઉના અઠવાડિયા અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમીનો મારો સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પર પહોંચી ગયું હતું. આ સિવાય રાજ્યના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારે આજે પાછું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બે દિવસ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને બનાસ કાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી. પણ હવે ફરી ચાર દિવસ માટે રાહત જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતનાં આ વિસ્તારોમાં રહેશે વધારે ગરમી
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પણ અમદાવાદ વડોદરા આણંદ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોમાં ચાર દિવસ પૂરતી હિટવેવમાંથી રાહત મળે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.