બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો! તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
Last Updated: 04:16 PM, 22 March 2025
આગામી દિવસોમાં ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે ગરમીને લઇને આગાહી કરી છે.. જે અનુસાર આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આગામી ચાર દિવસમાં ગરમીમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાનું અનુમાન છે. રાજ્યમાં સૌથી વધું તાપમાન રાજકોટમાં નોંધાયું છે.. રાજકોટમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડીગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા તેમણે દર્શાવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ શું ગુજરાતમાં નવા જંત્રી દર લાગુ નહીં થાય? સામે આવી સૌથી મોટી અપડેટ
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહ્યા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન, ભારતના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. 11 થી 23 ફેબ્રુઆરી દરમિયાન, દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.