ગરમીનો પ્રકોપ / રાજકીય ગરમાવા વચ્ચે કાલે રાજ્યમાં હિટવેવની આગાહી

Heat wave prediction in the state

શહેર સહિત સમગ્ર રાજ્યમાં ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. ગઇ કાલે રાજ્યનાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, કંડલા એરપોર્ટ સહિતનાં નવ શહેરોમાં ગરમીનો પારો ૪ર ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. જ્યારે શહેરમાં ૪૧.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જોકે અમદાવાદમાં આવતીકાલે ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી જશે તેવી શકયતા ગૂગલ વેધર દ્વારા દર્શાવાઇ છે. આમ રાજકીય માહોલની સાથે શહેરમાં ગરમીનો માહોલ પણ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ