અલર્ટ / રાજ્યમાં વધશે ગરમી, હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક હિટવેવની આગાહી

સમગ્ર રાજ્યમાં સૂરજદાદા અગનવર્ષા કરી રહ્યા હોય તેમ સતત ગરમી નો પારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે 24 કલાક સુધી અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ વડોદરા ભાવનગર સુરેન્દ્રનગર ગાંધીનગર સહીત હીટવેવ ની આગાહી કરી છે એટલે કે મધ્ય ગુજરાત ,સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાત માં ગરમી એ લોકો એ શેકાવાનો વારો આવ્યો છે રાજ્યમાં અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાની આશંકા સેવાઇ રહી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂના કારણે આવનારા 4-5 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે નોધાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ