બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Heart failure gives strange signals, mistakes to ignore can be fatal

હેલ્થ ટીપ્સ / હ્રદય નબળું પડવા લાગે ત્યારે આપે છે આવા અજીબ સંકેતો, ઈગ્નોર કરવાની ભૂલ બની શકે છે જીવલેણ

Megha

Last Updated: 05:32 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે હાર્ટ કમજોર થવા લાગે છે ત્યારે વ્યક્તિને કેવા પ્રકારના સંકેતો મળે છે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

  • આજકાલ યુવાઓને પણ હાર્ટઅટેક આવવાના કિસ્સાઓમાં વધારો થયો
  • હાર્ટ કમજોર થવા લાગે છે ત્યારે વ્યક્તિને આવા સંકેતો મળે
  • હાર્ટ ફેલ પહેલાના લક્ષણો

આજકાલ તણાવ, ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતને કારણે દરેક લોકોમાં અને ખાસ કરીને મહિલાઓમાં પણ હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં સુધી હૃદય યોગ્ય રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી આપણું જીવન સામાન્ય રીતે ચાલશે પણ જ્યારે તે અટકી જાય છે જીવન પણ અટકી જાય છે. પહેલા એવું માનવામાં આવતું એક ઉંમર થયા પછી જ હાર્ટ અટેક આવે છે પણ આજકાલ યુવાઓને પણ હાર્ટઅટેક આવવાના કિસ્સાઓમાં વધારો થયો છે. ઘણીવાર હૃદય રોગ કે હાર્ટ એટેકના લક્ષણોને સમયસર નથી ઓળખી શકાતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે

ઘણા લોકો હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝને કારણે જીવ ગુમાવી રહ્યા છે અને તેની પાછળનું કારણ એ છે કે લોકોમાં તેલયુક્ત અને અનહેલ્થી ખોરાક ખાવાનું ચલણ વધી રહ્યું છે અને એ કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે અને પછી હૃદય નબળું પડવા લાગે છે. સમય રહેતા હૃદયની સમસ્યાને ઓળખી લેવી જોઈએ નહીં તો જીવન જોખમમાં મુકાઇ શકે છે. જ્યારે હાર્ટ કમજોર થવા લાગે છે ત્યારે વ્યક્તિને કેવા પ્રકારના સંકેતો મળે છે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

હાર્ટ ફેલ પહેલાના લક્ષણો

1. હૃદયના ધબકારા વધવા 
કોઈ પણ વ્યક્તિના હૃદયની તંદુરસ્તી તેના ધબકારા ની ઝડપ દ્વારા નક્કી કરવામાં આવે છે અને એટલા માટે જ ડોકટરો ઘણીવાર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીને હૃદયના ધબકારાની સ્થિતિ  જઅને છે. સામાન્ય રીતે વ્યક્તિનું હૃદય એક મિનિટમાં 70 થી 80 વખત ધબકે છે અને એકરસાઇઝ કરી ત્યારે તે ઘણા વધી જાય છે. કોઈ પણ શારીરિક પ્રવૃતિ સમયે સામાન્ય રીતે હૃદયના ધબકારા 100 જએટલા પંહોચે છે પણ જ્યારે 100 થી વધી જાય છે, તો તે ગંભીર રોગની નિશાની હોઈ શકે છે, એવા સમયે સમજવું કે તમારું હૃદય નબળું થઈ ગયું છે.

2. થાક લાગવો 
હાલઆ જોવા મળ્યું છે કે યુવાન લોકો કામ કર્યા પછી જલ્દી થાકી જાય છે, અને આવું જોવા મળે ત્યારે સમજી જવું કે  તમારું હૃદય નબળું પડી ગયું હોય. થોડું કામ કર્યા પછી પણ થાક લાગે ત્યારે જ લાગે જ્યારે નસોમાં બ્લોકેજ થયું હોય અને આ કારણે શરીરના દરેક ભાગમાં લોહી યોગ્ય રીતે નથી પહોંચતું, જેના કારણે જલ્દી નબળાઈ આવવા લાગે છે.

3. છાતીમાં દુખાવો 
સામાન્ય રીતે થતો છાતીમાં દુખાવો પણ નબળા હૃદયની નિશાની છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તેને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ અને ડૉક્ટરને બતાવવું જોઈએ. જ્યારે આપણી ધમનીઓમાં કોઈપણ પ્રકારનો અવરોધ હોય એ સમયે હૃદય સુધી પહોંચવા માટે લોહીમાં ઘણું દબાણ આવે છે અને એ કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ શરૂ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Before Heart Attack Symptoms Heart attack heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ