બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Heart attack signs: these signs of blockage in arteries do not ignore

હેલ્થ ટિપ્સ / શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો હૃદયની નસો થઈ રહી છે બ્લોક, હાર્ટ એટેકનો વધી ગયો છે ખતરો

Bijal Vyas

Last Updated: 12:03 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart attack signs:હૃદયની ધમનીઓ તમારા શરીરની મુખ્ય લોહી જતી નસોમાં બ્લોકેજ આવે ત્યારે હાર્ટ એટેક આવે છે, તો આવો જાણીએ કે તેની સારવાર, સંભાળ અને તેને રોકવા શું કરવું...

  • હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે તમને છાતીમાં ભારેપણું આવી શકે છે
  • મેડિકલ હેલ્પ આવવા સુધી તમે દર્દીને એસ્પિરિનની ગોળી ખવડાવી શકો છો
  • 75 ટકાથી વધુ બ્લોકેજ ધરાવતા દર્દીઓની સારવાર એન્જીયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી દ્વારા કરવામાં આવે છે 


Heart attack signs:છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક જાણીતી હસ્તીઓમાં હાર્ટ એટેક આવવાનાની ખબરો સામે આવી રહી છે, જેમાં ઘણાએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હૃદયની બીમારીઓ એને તેનાથી થનારી મોતની ઘટનાઓ દરેકને ભયભીત કરે છે. સૌથી ખતરનાક વાત એ છે કે, હાર્ટ એટેકની અનેક ઘટનાઓમાં જીવ ગુમાવનારા યુવા અને સ્વસ્થ્ય વ્યક્તિ હતા. હાર્ટ એટેકને રોકવા માટે સૌથી જરુરી છે કે આપણને ખબર હોવી જોઇએ કે હૃદયની ધમનીઓમાં કોઇ બ્લોકેજ તો નથી ને? 

હૃદયની ધમનીઓ(કોરોનરી આર્ટરી) તમારા શરીરની મુખ્ય લોહી જતી નસો છે જે તમારા હૃદય સુધી લોહીને પહોંચાડે છે. જો તેમાં કઇ પણ ગરબડ હોય કે તેમાં કોઇ કારણે બ્લોકેજ આવે છે તો તે હાર્ટ એટેકના અનેક ચેતવણી સંકેત આપે છે. 

હવે 30ની ઉંમરમાં પણ આવે છે હાર્ટ એટેક, તમારું હાર્ટ નબળું કે અનહેલ્ધી  હોવાના આ 6 સંકેતો પહેલાં જ ઓળખી લો | 6 Early Signs Of Heart Attack and  prevention

આ છે ચેતવણી સંકેત 
હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે તમને છાતીમાં ભારેપણું આવી શકે છે. થોડો પ્રયત્ન કર્યા પછી પણ તમે હાંફવા લાગો છો અથવા તમને છાતીમાં દુખાવો, ગૂંગળામણ, બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે, તો આ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. થાક, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક ઝડપી ધબકારા એ પણ હાર્ટ એટેકના સંકેતો છે જે તમારી ધમનીઓ તમને આપી રહી છે. આ સિવાય હ્રદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓમાં છાતીમાં દુખાવો કે દબાણ આવવું હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.

હાર્ટમાં ગરબડના સંકેત મળે તો શું કરવું? 
જો કોઈ દર્દીને આ લક્ષણો જણાય, તો તેણે તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડૉક્ટરને મળવું જોઈએ. ખાસ કરીને જો તમારા પરિવારમાં કોઇને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોની હિસ્ટ્રી હોય, તો તમારે તમારા હૃદયનું સંપૂર્ણ ચેકઅપ કરાવવું જોઈએ.

હૃદયની બીમારી સામે ટેક્નોલોજીનો જંગઃ પાંચ વર્ષ પહેલાં હાર્ટ એટેકના ખતરાની  ચેતવણી મળશે | With the help of Technology know heart attack Symptoms before  5 years

હાર્ટ એટેક આવવા પર શું કરવું? 
હાર્ટ એટેકના શરુઆતમાં છાતીમાં દુખાવો, ભારેપણું, જડબામાં કળતર, પીઠ અથવા ડાબા હાથ કળતર, પરસેવો અને બેચેનીનો અનુભવ વગેરે સમાવેશ થાય છે. જો આવું થાય, તો તમારે મદદ માટે તાત્કાલિક મેડિકલ હેલ્પ લાઇન નંબર પર કૉલ કરવો જોઈએ. મેડિકલ હેલ્પ આવવા સુધી તમે દર્દીને એસ્પિરિનની ગોળી ખવડાવી શકો છો.

શું છે ઇલાજ? 
જે દર્દીઓને 70 ટકાથી ઓછું બ્લોકેજ હોય ​​તેમની સારવાર દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો સાથે 75 ટકાથી વધુ બ્લોકેજ ધરાવતા દર્દીઓની સારવાર એન્જીયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી દ્વારા કરવામાં આવે છે.

હૃદયને તંદુરસ્ત રાખવા કરો આટલું:
1. તમાકુનું સેવન બંધ કરો
2. દારુના પીવો
3. ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને કાબૂમાં રાખો, સમયસર તેની તપાસ કરાવો.
4. 7-8 કલાકની નિયમિત રોજ ઊંઘ લો. 
5. હેલ્દી ખોરાક લો અને મીઠું, ફેટ અને ખાંડથી બનેલા ખોરાક ખાવાનું ટાળો. મિઠાઇ, જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડથી દૂર રહો.
6. વજન કંટ્રોલમાં રાખો 
7. નિયમિત રીતે વ્યાયામ કરો. સ્વસ્થ્ય અને ફિટ રહેવા માટે તમે અઠવાડિયામાં 5 દિવસ 30-45 મિનિટ બ્રિસ્ક વોક કરો.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Heart attack Heart attack signs blockage બ્લોકેજ લોહી સ્વસ્થ્ય હાર્ટ એટેક હૃદય Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ