બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઊંઘમાં હાર્ટ ફેલ થાય તે પહેલા આપે છે 5 સંકેત, નજરઅંદાજ કર્યા તો યમરાજ જગાડશે
Last Updated: 10:20 PM, 7 November 2024
હાર્ટ અને હાર્ટ સંબંધિત રોગ દુનિયાભરમાં વધી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યર કે સ્ટ્રોક ત્યાર આવે છે, જયારે હ્રદયની માંસપેશીઓનું બ્લડ સર્કુલેશન ધીમું થાય કે ઓક્સિજન સપ્લાયમાં અડચણ આવે છે. આનાથી અંદાજો લગાવી શકાય કે હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યર કેટલી ગંભીર અને અચાનક થતી એક મેડિકલ કન્ડિશન છે, જેમાં જીવનું જોખમ હંમેશા રહે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે આ ઈમરજન્સી મેડિકલ કન્ડિશનથી બચવા માટે તમારે આના શરૂઆતી સંકેત સમજવા જરૂરી છે. તો ચાલો જાણીએ કે ઊંઘતા સમયે હાર્ટ હેલિયર થવાના 5 સામાન્ય સંકેત.
ADVERTISEMENT
ઊંઘમાં હાર્ટ ફેલ થવાના 5 સંકેત
ADVERTISEMENT
ઊંઘ ન આવવી
જો તમને રાત્રે સુવામાં પરેશાની થાય છે, તો તમારે એકવાર પોતાના કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. આવું એટલા માટે થાય છે કારણ કે આપણા ફેફસામાં તરલ પદાર્થ જમા થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો શ્વાસ લેવામાં અડચણ થાય છે તો તમારે સચેત રહેવાની જરૂર છે.
ઘભરાહટ
રાત્રે પથારી પર સૂતા બાદ ઘભરાહટ થવું પણ હાર્ટ ફેલ્યરનું સંકેત છે, કારણ કે ફેફસામાં જમા તરલ સૂતા બાદ ઉપરની તરફ આવવા લાગે છે. શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ગળુ ભારે થવું પણ હાર્ટ ફેલ્યરનું સંકેત છે.
પગમાં સોજો
અમુક લોકોને રાત્રે આખા દિવસના થાક પછી પગમાં સોજો આવવાની સમસ્યા થતી હોય છે, પરંતુ મહેનત વિના પણ જો રાત્રે પગ અને પગની ઘૂંટીમાં સોજો આવે છે તો આ પણ હાર્ટ ફેલ્યરનો એક સંકેત છે.
રાત્રે વારંવાર પેશાબ આવવો
જો તમે રાત્રે ઊઠીને વારંવાર પેશાબ કરવા જઈ રહ્યા છો તો, આ સંકેતને નજરઅંદાજ ન કરતા. આ પણ હાર્ટ ફેલ્યરનો એક ગંભીર સંકેત છે.
ઊંઘથી અચાનક જાગવું
રાત્રે સુતા અચાનક ઊંઘ તૂટવી પણ હાર્ટ ફેલ્યર તરફ ઈશારો કરે છે . જો તમારી સાથે પણ આવું થાય છે, તો આ લક્ષણોને નજરઅંદાજ ભૂલથી પણ ન કરવા. આ સંકેત છે કે તમને હ્રદય રોગની સમસ્યા થઈ શકે છે.
વધુ વાંચો : તમે નથી ખાતા ને આ 8 પ્રકારની દવાઓ, કંટ્રોલમાં રહેવાને બદલે વધશે તમારું બ્લડપ્રેશર
હાર્ટ ફેલિયરથી બચવાના ઉપાય
ધુમ્રપાન અને દારૂ પીવાનું ટાળવું
દરરોજ કસરત કરવી
ફેટ ફૂડ્સનું સેવન ટાળવું
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું
સમય-સમય પર ચેકઅપ કરાવતું રહેવું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.