બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'તમામ મનપા કામ કરવામાં બેદરકાર, સરકારી તંત્રને જવાબદારીનું ભાન નથી', ફાયર સેફટી મુદ્દે ગુજ. HC

સુનાવણી / 'તમામ મનપા કામ કરવામાં બેદરકાર, સરકારી તંત્રને જવાબદારીનું ભાન નથી', ફાયર સેફટી મુદ્દે ગુજ. HC

Last Updated: 05:26 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gamezone Tragedy Case Update: ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, આ ઘટના તમને નાની લાગે છે ? સમયસર એફિડેવિટ ફાઇલ કરો

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના જીવતા જીવ બૂંજાઈ ગયા છે, જે મામલે તપાસથી લઈ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં તપાસમાં ઢીલાશ થતી હોવાની અરજદારે કોર્ટેમાં રજૂઆત કરી હતી.

અરજદારે કોર્ટમાં શું કહ્યું ?

અરજદારે કાર્ટમાં જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટી મુદ્દે SCની ગાઈડલાઈનનું પાલન થતું નથી. નવા બિલ્ડિંગમાં પાવર સપ્લાય, ફાયર સેફ્ટી,BUના નિયમ જોવાતા નથી તેમજ ફાયર સેફ્ટી એક્ટનો ગુજરાતમાં અમલ નથી થઈ રહ્યો. હાઇકોર્ટે આ મુદ્દે જણાવ્યું હતું કે, હવે કોઈ મનપા કમિશનરને મોકો આપવામા નહીં આવે તેમજ આટલા દિવસો વિત્યા તમે હજુ સમય માંગો છો

હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો

ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, આ ઘટના તમને નાની લાગે છે ? વધુમાં કહ્યું હતું કે, સમયસર એફિડેવિટ ફાઇલ કરો, હવે તમે અધિકારીઓને બચાવી નહીં શકો. ફાયર સેફટીનો અમલ હોય તેવા જવાબ જોઈએ. રાજકોટ બાદ અનેક ગેમિંગ ઝોનમાં બેદરકારી સામે આવી છે તમે શું કરતા હતા ? મનપાના અધિકારીઓ શુ કરે છે ?

વાંચવા જેવું: ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે આઈ-ખેડૂત પોર્ટલ

'કોઈ બેદરકારી હોય તો તે મોટી ભૂલ છે'

કોર્ટે કહ્યું કે, 15 દિવસમાં તમામ વિગતો આપો તેમજ SIT કોઈ વિભાગ નથી તે તપાસ કરે છે અને જો કોઈ બેદરકારી હોય તો તે મોટી ભૂલ છે. હરણી લેક અને મોરબી દુર્ઘટટના મોટા ઉદાહરણ છે. આ ઘટનાઓ પરથી શીખ લેવી જોઈએ

સંકળાયેલા મુદ્દાઓ

High Court Hearings Gamezone Tragedy Cases TRP Gamezone Tragedy Cases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ