બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 01:41 PM, 9 May 2022
ADVERTISEMENT
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધતી મોંઘવારી અને કોવિડ- 19 સંબંધી ક્લેમના કારણે ચાલું નાણાકીય વર્ષમાં સ્વાસ્થ્ય વીમો મોંઘો થવાનું અનુમાન છે. કેટલીય કંપનીઓ તો આવું કરી પણ ચુકી છે અને ઘણી કંપનીઓ આવનારા સમયમાં છૂટક વીમો મોંઘો કરવાનો પ્લાન બનાવી રહી છે. હકીકતમાં જોઈએ તો, કોવિડ- 19 દરમિયાન વીમા કંપનીઓ પર ક્લેમનો વધારો બોઝ પડ્યો છે.
ADVERTISEMENT
વીમા કંપનીઓ આ વધારાના બોઝને ઘટાડવા માટે છૂટક સ્વાસ્થ્ય ઉત્પાદનની કિંમતમાં 15-20 ટકાનો વધારો કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. મણિપાલ સિગ્ના પ્રોહેલ્થ અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈંશ્યોરેંસે પોતાના વીમા પ્રોડક્ટની કિંમતમાં ક્રમશ: 14 અને 15 ટકાનો વધારો કર્યો છે.
કંપનીઓનું નિવેદન
મણિપાલ સિગ્ના હેલ્થ ઈંશ્યોરેંસના ડાયરેક્ટર પ્રસૂન સિકદરના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીના કારણે સારવાર સંબંધી પ્રોટોકોલમાં કેટલાય ફેરફાર આવ્યા છે, જેનાથી ક્લેમ્સ મોંઘા થયા છે. તેને ધ્યાનમાં લેતા કંપની ત્રણ વર્ષમાં પહેલી વાર વીમાની કિંમતોમાં વધારો કર્યો છે. તો વળી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈંશ્યોરેંસના ડાયરેક્ટર આનંદ રોયે કહ્યું કે, હાલમાં મુખ્ય ઉત્પાદનોની કિંમત વધારવામાં આવી છે. તેમણે કહ્યું કે, અન્ય ઉત્પાદનો પર મંથન થઈ રહ્યું છે અને જો જરૂર પડી તો, તેમની કિંમત પર વધારવામા આવશે. આપને જણાવી દઈએ કે, જાણકારોનું માનવું છે કે, નાણાકીય વર્ષ 2021-22માં કોવિડ-19 સંબંધી ક્લેમની સંખ્યામાં વધારો થયો છે.
કોવિડ- 19 સંબંધિત ક્લેમ્સ વધવાનું અનુમાન
એક રેટીંગ એજન્સીના હવાલેથી કહેવાય છે કે, જ્યાં 2020-21માં આ કુલ હેલ્થ ક્લેઈમ 6 ટકા હતું, ત્યાં 2021-22માં આ વધારો 11-12 ટકા થઈ શકે છે. એશિયાઈ દેશોમાં ભારતે 2021માં 14 ટકા સર્વાધિક સ્વાસ્થ્ય મોંઘવારી દર જોયો હતો. ભારત બાદ 12 ટકા ચીન બીજા નંબરે અને ઈંડોનેશિયા અને વિયેતનામ 10 ટકાની સાથે ત્રીજા નંબર પર રહ્યું. ફિલીપીન્સમાં સ્વાસ્થય મોંઘવારી દર 9 ટકા નોંધાયો છે.
કેવી રીતે પસંદ કરશો યોગ્ય વીમા કંપની
જો આપ ઓછી ઉંમરમાં છો અને આપની પાસે અપેક્ષાકૃત વધારે વિકલ્પ છે. આપ વિવિધ વીમા કંપનીઓના પ્લાનની સરખામણી કરી શકો છો અને તેને પસંદ કરી શકો છો. જે સૌથી ઓછા પ્રીમિયમમાં આપને ઈંશ્યોરેંસ આપતા હોય. શરત એટલી કે, આપને મળતા બેનિફિટ્સમાં તે કોઈ ઘટાડો ન કરે. તેથી એવો વીમો પસંદ કરો, જે પ્રીમિયમમાં 60-70 ટકા વધારે વૃદ્ધિ ન થઈ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.