બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં ન્હાવાનું ટાળી દેતા હોય તો ચેતજો, જાણો કેમ દરેક અંગોને રોજ સાફ કરવા જરૂરી
Last Updated: 11:24 PM, 2 December 2024
સામાન્ય પણે શિયાળો આવે એટલે ઘણા લોકો નહાવાની જગ્યાએ મો ધોતાં હોય છે અને બાકીના અંગો સાફ નથી કરતાં. એક રિપોર્ટ અનુસાર સામાજિક કારણો માટે દિવસમાં એક વાર નહાવું સૌથી યોગ્ય માનવામાં આવે છે. પરંતુ આ બાયોલોજીકલી યોગ્ય હોય, તે જરૂરી નથી. રિપોર્ટમાં જણાવ્યું છે કે વ્યક્તિની સ્કીન એવી હોય છે કે તે જાતે જ બધુ જ સાફ કરી લે છે, પરંતુ આપણે સામાજિક સ્વીકાર્યતાને જાળવી રાખવા દરરોજ નહાઈએ છીએ. આનાથી મનોવૈજ્ઞાનિક રૂપે આપણને લાગે છે કે આપણે સાફ થઈ ગઈ છીએ. પરંતુ આ જરૂરી નથી. કેટલાક નિષ્ણાતો માને છે કે દરરોજ સ્નાન કરવાથી શુષ્કતા, બળતરા, ચેપ, ત્વચાના માઇક્રોબાયોમમાં ખલેલ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
સ્ક્રીનના માઇક્રોબાયોમાં બદલાવ
ADVERTISEMENT
હેલ્થ એક્સપર્ટ અનુસાર દરરોજ નહાવાથી કોઈને આ સમસ્યાઓ થઈ શકે છે, આનું કોઈ પ્રૂફ નથી. જો આપણે નાહ્યા બાદ પોતાને મોઈશ્ચરાઈઝ ન કરીએ તો આપણી સ્કિન ડ્રાય થઈ શકે છે. 2018ના એક અભ્યાસમાં સાબિત થયું હતું કે સ્કીનના માઇક્રોબાયોમ પર્યાવરણીય બદલાવમાં પણ સ્થિર રહે છે. આને નહાવાથી કોઈ ફરક નથી પડતો. અમુક એક્સપર્ટ્સનું માનવું છે કે સ્કીનના પહેલા પડમાં બેક્ટેરિયા અને ફાયદાકારક માઇક્રોબ્સ રહેલા હોય છે. જો દરરોજ અને સાફ કરશો તો આ લેયર દૂર થાય છે. અમુક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે શરીરના તમામ અંગોને દરરોજ સાફ કરવા જોઈએ કે નહીં તે પર્યાવરણ અને શરીરની સ્થિતિ પર આધાર રાખે છે.
શરીરના બાકીના અંગોને દૂર કરવા શું કરવું?
ડર્મોટોલોજિસ્ટ અનુસાર મોટાભાગના લોકોમાં ચહેરા સિવાય શરીરના અન્ય ભાગોની સ્કીન ખૂબ ગંદી રહે છે. આનાથી તે ડ્રાય થઈ જાય છે. ઘણીવાર આવા લોકો સ્કીન પર ડાર્ક સ્પોટ જેવા ડાઘ પડી જાય છે. કરણ કે આ લોકો શરીરના બાકીના અંગોને નજરઅંદાજ કરે છે. એટલા માટે ચહેરા સાથે શરીરના દરેક ભાગોને સાફ કરવા જરૂરી છે.
વધુ વાંચો: વારંવાર હાથ ધોવાની ટેવ સૌથી ખતરનાક, બીમારીને આમંત્રણ, કારણ સહિત જાણો કેવી રીતે મેળવવો છુટકારો
શિયાળામાં દરરોજ નહાવું જોઈએ
ડર્મોટોલોજિસ્ટ કહેવું છે કે દરરોજ જ નાહવાની જરૂર છે કે નહીં, તે તમે કયા વાતાવરણમાં રહો છો, ત્યાં કેટલી ગંદકી છે અને તે તમારા શરીરમાં કેવી રીતે શોષાય છે તેના પર નિર્ભર છે. જો તમે ગંદકીવાળી જગ્યાએ રહેતા હોય તો ચોક્કસ દરરોજ નહાવું જોઈએ, જો ગંદકીવાળી જગ્યાએ ન રહેતા હોય તો દરરોજ નહાવું એટલું જરૂરી પણ નથી. જો વધારે પોલ્યુશન વાળી જગ્યાએ રહો છો અને લાંબા સમય સુધી નથી નહાતા તો સ્કિન ઇન્ફેકશનનું જોખમ રહે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT